GSTV
Gujarat Government Advertisement

સિનેજગતની ફિલ્મોએ પણ દોસ્તીની મિસાલ આપી, કેટલાક સ્ટાર્સે જીવનું જોખમ ખેડ્યું હતું

Last Updated on August 4, 2019 by

હિન્દી સિનેજગતમાં દોસ્તી પર ઘણી ફિલ્મો બની છે. કેટલીક ફિલ્મો એવી છે જેના પાત્રો હિટ થયા એટલું જ નહીં તેના ડાયલોગ પણ બધાના મો પર ચઢેલા જોવા મળે છે.

કુછ કુછ હોતા હૈ
આ ફિલ્મનું નામ આવે એટલે ચેહરા પર પહેલું દ્રશ્ય રાહુલ અને અંજલીનું આવતું હોય છે. તેમાં પણ શાહરૂખ ખાનનો ડાયલોગ પ્યાર દોસ્તી હૈ. આ ફિલ્મમાં ફ્રેન્ડશિપ ડેને સેલિબ્રેટ કરતા બતાવવામાં આવ્યો છે, આ ફિલ્મ દોસ્તી પર જ આધારિત હતી જેમાં અંજલીનો રોલ કાજોલ અને રાહુલની ભૂમિકા શાહરૂખ ખાને નીભાવી હતી.

શોલે
કોઈ પણ દોસ્તી હોય તેમાં ઈમાનદારી અને પ્યાર હોવો જરૂરી છે. તેનું સૌથી સારું ઉદાહરણ અમિતાભ અને ધર્મેન્દ્રની ફિલ્મ શોલે, તેમની દોસ્તીની મિસાલ આજે પણ લોકો આપે છે. દોસ્તી માટે ફિલ્મમાં અમિતાભ પોતાનો જીવ પણ આપવા તૈયાર થઈ જાય છે.

મુન્નાભાઈ એમબીબીએસ
આ ફિલ્મમાં સંજય દત્ત અને અરશદ વારસીની દોસ્તી પણ લોકોને પસંદ આવી હતી, ફિલ્મમાં સર્કિટ તેની દોસ્તી માટે મુન્નાભાઈની દરેક ખ્વાહિશ પૂરી કરે છે.

મૈંને પ્યાર કિયા
આ ફિલ્મમાં સલમાન અને ભાગ્યશ્રી હતા. આ ફિલ્મમાં સુમન અને પ્રેમ વચ્ચે દોસ્તી બતાવવામાં આવી હતી અને પછી બંને વચ્ચે પ્રેમ પરિણમે છે. દોસ્તી અને પ્રેમમાં મુસીબત આવે છે, પણ ડર્યા વગર તેનો સામનો કરે છે.

દિલ ચાહતા હૈ
આમિર ખાન, અક્ષય ખન્ના, સૈફ અલી ખાનની દોસ્તી બેમિસાલ બતાવવામાં આવી છે. આ ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે જિંદગીમાં ખાલી એક જ નહીં તેનાથી પણ વધારે દોસ્ત દિલની નજીક હોય છે.
જિંદગી ના મિલેગી દોબારા
આ ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે દોસ્ત દોસ્તી માટે આપેલું વચન પાળે છે. એક દોસ્તના લગ્ન થાય તે પહેલા ઋત્વિક, ફરહાન, અને અભય એમ ચારે જણા મળીને ફરવા જાય છે. અને આ સફર તેમની દોસ્તીની શાનદાર સફર બને છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

નોકરિયાત વર્ગ માટે મોટા સમાચાર / કેન્દ્ર સરકાર નિયમોમાં કરશે મોટા ફેરફાર, સેલરી પર પડશે સીધી અસર

Zainul Ansari

સોશિયલ મીડિયાથી કમાણીની બાબતમાં વિરાટ કોહલીથી ઘણો પાછળ છે રોહિત શર્મા, એક પોસ્ટની કમાણી ઉડાવી દેશે હોશ

Vishvesh Dave

Success Story: એક સમયે ક્લાસમાં ઉડાવતા હતા એની મજાક, સુરભીએ આઈએએસ બની આપ્યો જવાબ, જાણો સફળતાનો મંત્ર

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!