GSTV
Gujarat Government Advertisement

ત્રણ દોસ્તોએ નોકરી છોડીને શરૂ કરી ખેતી, સીપમાંથી મોતી કાઢીને કમાઈ રહ્યા છે નફો

Last Updated on September 16, 2020 by Mansi Patel

ઉત્તર પ્રદેશના વારાણસી જિલ્લાના ચિરાગાંવ બ્લોકના નારાયણપુર ગામના ત્રણ શિક્ષિત યુવાનો શ્વેતાંક, રોહિત અને અમિતએ નોકરી છોડીને નાનું તળાવ બનાવી તેમાં છીપ ઉછેરવાની ખેતી કરે છે. ત્રણેય મધમાખી ઉછેર અને બકરી ઉછેર પણ કરી રહ્યા છે. મોતીની ખેતી પરંપરાગત ખેતીથી થોડી જુદી છે. ઇન્ટરનેટ દ્વારા તેના વિશે માહિતી લેવાનું શરૂ કર્યું અને એક જગ્યાએથી તાલીમ પણ લીધી. છીપમાંથી મોતી કાઢવાની કામગીરીમાં ત્રણ ગણો નફો છે.

દિલ્હી ગાંધી દર્શન સાથે તાલીમ લીધા પછી મધમાખી ઉછેર શરૂ કર્યો હતો. કંપનીઓ પણ તેમની પાસેથી મધ લઈ રહી છે. રોહિત આનંદ પાઠકે મોટી કંપનીના પ્રાદેશિક વડા તરીકેની નોકરી છોડી અને વારાણસી સ્થળાંતર કર્યું છે. યુપી સરકારના કેબિનેટ પ્રધાન અને વિસ્તારના ધારાસભ્ય અનિલ રાજભર પણ તેમના ગામમાં પહોંચ્યા અને તેમને કામ કરવાની રીત પણ જાણી. સારી નોકરીઓ છોડીને, આ યુવાનો ફક્ત પોતાને જ નહીં, પણ અન્ય લોકોને પણ આત્મનિર્ભર બનાવવાના અભિયાનમાં સામેલ છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Government Job / 12મા પછી સરકારી નોકરી કરવી છે? આ 5 પરીક્ષાની તૈયારી અત્યારથી જ શરૂ કરી દો

Zainul Ansari

ગુજરાતના વિવિધ જીલ્લાઓમાં ભારે વરસાદ, નદી નાળા છલકાયા, માર્ગો પર પણ ફરી વળ્યા પાણી

pratik shah

હદ છે હોં/ મુંબઈની એક હોસ્પિટલમાં ICUમાં દાખલ દર્દીની આંખ ઉંદર કોતરી ગયા, હોસ્પિટલ તંત્ર પણ ચોંકી ગયું કે આ શું થઈ ગયું…..

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!