GSTV
Home » News » કોંગ્રેસની વિધાનસભા કૂચમાં પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ : વોટરકેનનનો મારો ચલાવવામાં આવ્યો

કોંગ્રેસની વિધાનસભા કૂચમાં પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ : વોટરકેનનનો મારો ચલાવવામાં આવ્યો

ગુજરાતમાં આજે વિધાનસભાનું સત્ર શરૂ થાય તે પહેલા જ રોડ સંગ્રામ જોવા મળ્યો હતો. પોલીસ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. જેના કારણે મોટાભાગના કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની પણ અટકાયત કરાઈ હતી. તો વિદ્યાર્થીઓ ઉપર પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. વોટર કેનાલના મારાના કારણે એકઠી થયેલી ભીડને અટકાવવાનો પ્રયાસ પોલીસે કર્યો હતો. જેમાં અમિત ચાવડા પર પણ વોટર કેનાલનો મારો ચલાવવામાં આવ્યો હતો. કોંગ્રેસના કાર્યકર્તાઓ પર પાણીનો મારો ચલાવવામાં આવતા તેઓ પણ રોષે ભરાયા હતા અને સરકાર વિરૂદ્ધના નારા લગાવ્યા હતા.

સત્યાગ્રહ છાવણી ખાતે સભાનું કરવામાં આવ્યું હતું આયોજન

ગાંધીનગરમાં વિધાનસભા ઘેરાવ પહેલા કોંગ્રેસે સત્યાગ્રહ છાવણી ખાતે સભાનુ આયોજન કર્યુ હતુ. જેમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સહિતના નેતાઓએ આગેવાની કરી હતી. શરૂઆતમાં કાર્યક્રમમાં પાર્ટી કાર્યકરોની પાંકી હજારી જોવા મળી. જોકે બાદમાં વિવિધ બેનર અને પાર્ટી ફ્લેગ સાથે કોંગી કાર્યકરો સભાસ્થળે પહોંચ્યા હતા. બિનસચિવાલય પરીક્ષા રદ કરવાના મુદ્દે યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈ કાર્યકરોએ પણ બેનર્સ સાથે જોડાયા હતા.

સમગ્ર વિસ્તાર છાવણીમાં તબ્દિલ કરાયો હતો

ગાંધીનગરમાં કોંગ્રેસના વિધાનસભા ઘેરાવના કાર્યકર્મને લઈને વિધાનસભા આસપાસનો વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો છે. સત્યાગ્રહ છાવણી મેદાનને કોંગ્રેસી કાર્યકરો છોડશે તો તમામ લોકો વિરુદ્ધ પોલીસે કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી છે. જિલ્લા પોલીસ વડા તરફથી 06 એસ.પી, 25 ડીવાયએસપી ,40 પી.આઈ, 125 પીએસઆઈ, 1500 જેટલા પોલીસ કર્મી, વોટર કેનન, વ્રજ વાહન તૈનાત કરાયા છે. વિધાનસભાના મુખ્ય દરવાજાઓ પર પર ચેકીંગ અને બેરિકેટિંગ રાખવામાં આવ્યું છે. બીટીએસને પણ કાર્યક્મ કરવા મંજૂરી અપાઈ નથી. અને બીટીએસના કાર્યકર્તાઓની પણ અટકાયત કરાઈ છે.

READ ALSO

Related posts

વર્ષ ૨૦૦૮થી ગુજરાતીઓ અમેરિકા પાસે કરી રહ્યા છે આ માગ, શું ડોનાલ્ડ ટ્રમ્પ આપશે ભેટ ?

Nilesh Jethva

વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમને મીડિયા માટે ખુલ્લુ મુકાયું, આવો છે અંદરનો ભવ્ય નજારો

Nilesh Jethva

સીએમ રૂપાણી પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે પહોંચ્યા અમદાવાદ એરપોર્ટ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!