GSTV
Home » News » કુદરતનો ચમત્કાર : ખારા પટ વિસ્તારમાં મીઠા પાણીનું ઝરણું ફૂટ્યું

કુદરતનો ચમત્કાર : ખારા પટ વિસ્તારમાં મીઠા પાણીનું ઝરણું ફૂટ્યું

વાત કરીએ કુદરતના ચમત્કારની. વાત છે પાટણ જિલ્લાના વાઢીયાર પંથકની. કે જ્યાં આસ્થાનું ઝરણું ફૂટ્યું છે. બાબરી ગોધણા વિડ નજીક ખારાપાટ વિસ્તારમાં જ્યાં કચ્છનું નાનું રણ શરૂ થાય છે. ત્યાં એક જગ્યાએ મીઠા પાણીનું ઝરણું નીકળતા લોકોમાં આશ્ચર્ય સર્જાયું છે. વાઢીયાર પંથકના ખારા પટ વિસ્તારમાં જ્યાં હંમેશા ખારું પાણી આવે છે ત્યાં મીઠા પાણીનું ઝરણું નીકળતા આજુબાજુના પંથકમાં ભારે આશ્ચર્ય સાથે શ્રદ્ધા જન્મી છે. આ મીઠુ જળ બધાની તરસ છીપાવી શકે તેમ નથી. પરંતુ આસપાસના લોકો અને પશુઓને કઈંક અંશે રાહત મળી છે.

લોકવાયકા મુજબ 35 વર્ષ પહેલા આ મીઠા પાણીનું ઝરણું નીકળ્યું હતું. જે ફરી જીવંત થયું છે. હાલ તો આ મીઠા પાણીનું ઝરણું જમીનમાંથી એકાએક વહેતુ થતા લોકો પાણીને વધાવવા આવી રહ્યા છે. જેથી કેટલાક ગ્રામજનો માની રહ્યા છે કે ગંગાજી પ્રગટ થયા છે. તો કેટલાક માને છે કે સરસ્વતીજીનું અવતરણ થયું છે.

ગ્રામજનો આ મીઠા પાણીના વધામણાં કરી પૂજા અર્ચના કરી આચમન કરી પોતાની તરસ છુપાવી રહ્યા છે. દૂર દૂરથી ગ્રામજનો અહીં આવે છે અને દૈવી કૃપા ગણી વધામણાં કરે છે. સાથે પ્રસાદી રૂપી પાણી ભરીને લઇ જાય છે. એટલે જ કહેવાય છે કે જ્યાં શ્રધ્ધા હોય ત્યાં પુરાવાની કોઈ જરૂર હોતી નથી.

ગોધણા સહિતના ગામોમાં છેલ્લા ઘણા સમયથી લોકો ખારા પાણી પી રહ્યા છે ત્યારે ખારા પટના રણમાં મીઠી વીરડી સમાન આ પાણી નિકળતા લોકો તેને ગંગાજીનું પાણી માની રહ્યા છે. જોકે અહીં સરસ્વતી નદીનો પ્રવાહ વહી રહ્યાની માન્યતા હતી કદાચ આ સરસ્વતી નદીનો પ્રવાહ હોઈ શકે.

READ ALSO

Related posts

શું થયું જ્યારે વાળ કપાવવા ગયેલા રિષી કપૂરની સામે વાગવા લાગ્યું, ‘મૈં શાયર તો નહીં’

Bansari

VIDEO : રસ્તે ચાલતી યુવતીની ઓટો રિક્ષા ડ્રાઈવરે કરી છેડતી તો યુવતીએ ચપ્પલે ચપ્પલે ધોઈ નાખ્યો

Arohi

રવિ શાશ્ત્રી : વાત એ ખેલાડીની જેની મમ્મીને પાણીપુરીવાળાએ કહ્યું હતું, ‘તમારા દિકરાએ છ બોલમાં છ સિક્સ મારી છે’

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!