GSTV
Home » News » પાકિસ્તાનને પગલે ઉત્તર ભારતમાં વરસાદ પડશે, દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર સૌથી ખરાબ થશે

પાકિસ્તાનને પગલે ઉત્તર ભારતમાં વરસાદ પડશે, દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર સૌથી ખરાબ થશે

ગુજરાતમાં હવામાનમાં ફેરફારો જોવા મળી રહ્યાં છે. આ સપ્તાહમાં 12 જિલ્લાઓમાં કમોસમી માવઠાને પગલે ગુજરાતના રવી પાકને ભારે નુક્સાન પહોંચ્યું છે. ઘઉં, જીરું અને રાયડાની ગુણવત્તા બગડે તેવી સંભાવના વચ્ચે એક નવી આગાહી આવી રહી છે. જોકે, હવામાન વિભાગ જ સચોટ આગાહી કરી શકે છે. પાકિસ્તાનમાં છવાયેલું ડિસ્ટર્બન્સ ભારતને અસર કરશે. જેને પગલે ઉત્તર ભારતમાં વરસાદ વરસી શકે છે. જે હાલમાં નુક્સાન પહોંચાડશે એ પૂરી સંભાવના છે. ઉત્તર ભારતમાં મોટા ભાગના શહેરોમાં ઝાકળ છવાશે અને ઠંડીનું પ્રમાણ વધશે. દિલ્હીમાં હવાની ક્વોલિટીનું સ્તર અત્યંત નીચું જઈ શકે છે. ઉત્તર ભારતમાં ઠંડી વધશે જ્યારે સાઉથમાં વાતાવરણ સામાન્ય રહેવાની શક્યતા છે.

હાલમાં તાપમાનમાં વધારો ઘટાડો જોવા મળ્યો છે. 25, 26માં ઝાકળ પણ જોવા મળી હતી. આજથી તાપમાન ઉંચુ જશે અને તારીખ 2માં તાપમાન 34C/35C આજુબાજુ જાય તેવી શકયતા છે, અમુક વિસ્તારોમાં તેથી ઉચું જોવા મળે તો નવાઇ નહી. એટલે 2 તારીખમાં તાપમાન આગાહીના દિવસોમાં સૌથી ઉંચુ રહેશે અને ઠંડી પણ ઘટશે. તારીખ 3થી આગાહીના બાકીના દિવસોમાં મિનિમમ અને મેક્સિમમ તાપમાન ર્નોમલ કે નોર્મલથી પણ નીચું જોવા મળે તેવી શક્યતા છે. એટલે સવારે અને રાત્રે ઠંડી આવે તેવી શકયતા છે.

વધુ ઝાકળ આવે તેવી શકયતા

તારીખ 1, 2માં પવન ફરફર થશે અને અને બાકીના દિવસોમાં મુખ્ય પવનો પશ્ચિમી, ઉતર પશ્ચિમી રહે તેવી શકયતા છે જેના કારણે તારીખ 3, 4માં વિસ્તાર પ્રમાણે વધુ ઝાકળ આવે તેવી શકયતા છે અને બાકીના દિવસોમાં વિસ્તાર પ્રમાણે વધતા ઓછા પ્રમાણમાં ઝાકળની શકયતા છે.

વાતાવરણમાં હળવી અસ્થિરતા રહે તેવી શકયતા

આજથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અફઘાનિસ્તાન થઈને પાકિસ્તાન ઉપર છવાશે. એટલે તારીખ 3, 4માં વાતાવરણમાં હળવી અસ્થિરતા રહેશે તેવી શકયતા છે. જેને કારણે સૌરાષ્ટ્ર, કચ્છ, ગુજરાતમાં છાટાછૂટી, હળવા મધ્યમ ભારે ઝાપટા પડે તેવી શકયતા છે. તારીખ 1 સાંજથી જમ્મુ કાશ્મીર, હિમાચલ, ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં હિમવર્ષા જોવા મળશે તેવી શકયતા છે અને ઉતરના રાજ્યો દિલ્હી, પંજાબ, હરિયાણા રાજસ્થાનના મેદાની વિસ્તારોમાં સામાન્ય વરસાદ અથવા કરા સાથેનો વરસાદ જોવા મળે તેવી શકયતા છે.

Related posts

એક એવો ‘વીર ડ્રાઈવર’ જેણે એક પણ નિયમનો ભંગ નથી કર્યો છતાં 189 મેમા ફાટી ગયા

Bansari

હવે આ જ બાકી હતું! નવી છોડાવેલી 65 હજારની સ્કૂટી પર પોલીસે ફટકાર્યો 1 લાખનો દંડ!

Bansari

કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશીના સમાચાર, 5 દિવસ વહેલો થશે પગાર

Bansari
Do NOT follow this link or you will be banned from the site!