GSTV
Home » News » આજે રોબર્ટ વાડ્રા અને તેમની માતા જયપુરમાં ઇડીની ઓફિસમાં થશે હાજર

આજે રોબર્ટ વાડ્રા અને તેમની માતા જયપુરમાં ઇડીની ઓફિસમાં થશે હાજર

કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીના બનેવી રોબર્ટ વાડ્રા અને તેમની માતા આજે જયપુરમાં ઇડીની ઓફિસમાં હાજર થશે. રાજસ્થાનની સરહદે આવેલા બિકાનેરમાં કથિત જમીન કૌભાંડના કેસમાં વાડ્રા અને તેમની માતાને જયપુરની ઇડી ઓફિસમાં આવતીકાલે હાજર થવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.

જયપુરમાં ભવાની સિંહ રોડ પર ઇડીની ઝોનલ ઓફિસમાં વાડા અને તેમની માતા મૌરિન આવતીકાલે સવારે ૧૦ વાગ્યે હાજર થશે તેવી શક્યતા છે. વાડ્રા ચોથી વખત ઇડીની સામે હાજર થશે. 

ઉલ્લેખનીય છે કે આ અગાઉ વિદેશોમાં મિલકત ખરીદવામાં મની લોન્ડરિંગના આરોપોના કેસમાં વાડ્રા ઇડીની દિલ્હી ઓફિસમાં ત્રણ વખત હાજર થયા હતાં.

રાજસ્થાન હાઇકોર્ટે વાડ્રા અને તેમની માતાને ઇડીની જયપુર ઓફિસમાં હાજર થવાનો આદેશ આપ્યો છે. બિકાનેરના આ કેસમાં વાડ્રાને આ અગાઉ ત્રણ વખત સમન્સ બજાવવામાં આવ્યા હતાં. જો કે તેઓ હાજર ન થતાં એજન્સીએ હાઇકોર્ટનો સંપર્ક સાધ્યો હતો. વાડ્રા પર આરોપ છે કે તેમણે બિકાનેરમાં જમીન ખરીદતી વખતે નિયમોનો ભંગ કર્યો  હતો.

Related posts

મોટાભાગના ભારતીયોનું મૃત્યુ ડાયાબિટીસના કારણે થાય છે

Dharika Jansari

દિલ્હીની હવા વધુ ઝેરીલી બની, લોકોએ ઘરમાંથી નિકળવાનું કર્યું બંધ

Dharika Jansari

કુલભૂષણ મુદ્દે ભારત સાથે કોઈ સમજૂતી થઈ નથી : પાકે. અસલી રંગ દેખાડયો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!