GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

બિહારમાં ફરી આવી આકાશી આફત, આકાશીય વિજળીથી વધુ 15 લોકોનાં મોત

બિહારમાં વરસાદ અને વીજળી (વ્રજપાત) નો સિલસિલો યથાવત્ છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના સાત જુદા જુદા જિલ્લામાં વીજળી પડવાના (વ્રજપાત) કારણે 15 લોકોનાં મોત નીપજ્યાં હતાં. ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના એક અધિકારીએ શનિવારે જણાવ્યું હતું કે રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન આકાશમાંથી વીજળી પડવાથી 15 લોકોનાં મોત નીપજ્યાં હતાં.

આ જિલ્લાઓમાં વીજળી પડવાના કારણે મોત

પ્રાપ્ત માહિતી અનુસાર, વૈશાલીમાં આજે છ લોકો, લખીસરાયમાં બે, સમસ્તીપુરમાં 3, ગયા, બાંકા, નાલંદા અને જામુઇ જિલ્લામાં એક-એક વ્યક્તિનાં મોત થયાં છે. વ્રજપાતને કારણે તે બધાના મોત નીપજ્યા હતા. હવામાન વિભાગે રાજ્યના પટના, ભોજપુર, વૈશાલી, નાલંદા સહિતના એક ડઝનથી વધુ જિલ્લાઓમાં આકાશી વીજળીને લગતી ચેતવણી જારી કરી છે.

મુખ્યમંત્રીએ લોકોને અપીલ કરી

મુખ્યમંત્રી નીતીશ કુમારે લોકોને ખરાબ હવામાનમાં સંપૂર્ણ તકેદારી જાળવવા અને અતિવૃષ્ટિના વાતાવરણમાં વાવાઝોડાને અટકાવવા ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ દ્વારા સમય સમય પર અપાયેલા સૂચનોનું પાલન કરવા અપીલ કરી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે ખરાબ હવામાનમાં ઘરની અંદર રહો અને સુરક્ષિત રહો.

શુક્રવારે વીજળી પડતાં 8 લોકોએ જીવ ગુમાવ્યો

બિહારમાં શુક્રવારે રાજ્યના પાંચ જુદા જુદા જિલ્લામાં વીજળી પડવાને કારણે આઠ લોકોનાં મોત નીપજ્યાં હતા. જિલ્લાઓમાંથી મળેલી માહિતી અનુસાર ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના અધિકારીએ જણાવ્યું છે કે શુક્રવારે રાજ્યમાં વીજળી પડવાથી આઠ લોકોનાં મોત નીપજ્યાં હતાં. વીજળી પડવાના કારણે લખીસરાયમાં બે લોકો, સમસ્તીપુરમાં ત્રણ અને ગયા, બાંકા અને જમુઇ જિલ્લામાં એક-એક વ્યક્તિનાં મોત નીપજ્યાં હતાં.

ગુરુવારે 26 લોકોનાં મોત નીપજ્યાં હતાં

આ અગાઉ ગુરુવારે રાજ્યના વિવિધ જિલ્લામાં વાવાઝોડાને કારણે 26 લોકોનાં મોત નીપજ્યાં હતાં. પટનામાં છ, પૂર્વ ચંપારણમાં ચાર, સમસ્તીપુરમાં સાત, કતિહારમાં ત્રણ, શિવહર અને મધેપુરામાં બે, પૂર્ણિયા અને પશ્ચિમ ચંપારણ જિલ્લામાં એક-એક વ્યક્તિનાં મોત થયાં છે. આ પહેલા મંગળવારે બિહારના વિવિધ જિલ્લામાં વીજળી પડવાના કારણે 11 લોકોનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે 26 જૂને રાજ્યમાં વીજળી પડવાથી 96 લોકોનાં મોત નીપજ્યાં હતાં.

READ ALSO

Related posts

દેશની આર્થિક રાજધાનીમાંથી ઝડપાયું હજારો કરોડનું ડ્રગ્સ, બે શખ્સોની કરાઈ અટકાયત

pratik shah

શ્રાવણનો ત્રીજા સોમવાર, વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિરમાં ભક્તોની પાંખી હાજરી મળી જોવા

pratik shah

કોરોના વિસ્ફોટ: છેલ્લા 24 કલાકમાં નવા 1078 કેસ, ચેપગ્રસ્તોની સંખ્યા 70 હજારને પાર

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!