વારંવાર હાથમાંથી પડી જાય છે ફોન? સ્ક્રેચ ગાયબ કરવી છે આટલી સહેલી, બસ કરો આટલું જ

આપણા જીવનમાં ફોનનો ઉપયોગ એટલો બધો વધી ગયો છે કે સ્ક્રેચ ખૂબ આસાનીથી પડી જાય છે. આ સ્ક્રેચના કારણે ફોન જુનો દેખાવા લાગે છે. જો તમારા ફોન પર પણ સ્ક્રેચ છે તો આ આસાન રીત ફક્ત 2 મિનિટમાં તમારા ફોનના સ્ક્રેચ ગાયબ કરી શકે છે.

ફોનના સ્ક્રેચને દુર કરવા માટે તમારી ટૂથપેસ્ટ પણ ઉપયોગી થઈ શકે છે. મુલાયમ કપડામાં અથવા તો રૂ પર થોડી ટૂથપેસ્ટ લઈને સ્ક્રેચ જતી ન રહે ત્યાં સુધી ધીરે ધીરે ફોનની સ્ક્રીન પર ઘસો. ત્યારે બાદ સ્ક્રીન પરથી બાકી બચેલી ટૂથપેસ્ટને કપડાથી સાફ કરી લો.

બજારમાં ઘણી સ્ક્રેચ રિમૂવલ ક્રીમ ઉપલબ્ધ છે. તમે ફોન પરના સ્ક્રેચ હટાવવા માટે પણ આનો ઉપયોગ કરી શકો છો. તે માટે મુલાયમ કપડાં પર તેને લઈને ફોનની સ્ક્રીન પર લગાવી શકો છો. ફોન પરથી સ્ક્રેચ દૂર કરવાની આ સરળ રીત છે.

બેકિંગ સોડા પણ ફોનની સ્ક્રેચ દૂર કરવામાં ઉપયોગી સાબિત થઈ શકે છે. તેના માટે એક કટોરીમાં પાણી લઈ તેમાં બેકિંગ સોડા ઉમેરી તેની પેસ્ટ બનાવી લો. હવે આ પેસ્ટને ફોનની સ્ક્રીન પર સ્ક્રેચ વાળા ભાગ પર લગાવો. ત્યાર બાદ એક સાફ કપડુ લઈ ફોનની સ્ક્રીનને સાફ કરી લો.

તમે બેકિંગ સોડાની જગ્યા પર બેબી પાવડરની પેસ્ટ બનાવીને આને ફોનની સ્ક્રીન પર લગાવીને સ્ક્રેચ દૂર કરી શકો છો.

જો તમારા ફોન પર ઓછી સ્ક્રેચ પડી છે તો તમે ખાદ્ય તેલનો પણ ઉપયોગ કરી શકો છો. તે માટે ફક્ત તેલનું એક ટીપું જ સ્ક્રેચ દૂર કરવા માટે પુરતી છે.

Read Also 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter