GSTV
News Trending World

ફ્રાંસના પ્રમુખની સ્પષ્ટ વાત : ‘રશિયા ભીંસમાં આવી ગયું છે પરંતુ યુદ્ધ વિસ્તરે તેવી ગતિવિધિમાં હું સહભાગી નહી બનું’

ફ્રાંસના પ્રમુખ ઇમેન્યુઅલ મેંક્રોએ આજે અહીં સ્પષ્ટત: જણાવ્યું હતું કે, યુક્રેન યુદ્ધ સંબંધે રશિયા તો સ્પષ્ટત: દબાણમાં આવી ગયું છે તેમ છતાં તે યુદ્ધ વિસ્તરે તેવી કોઈપણ ગતિવિધિમાં હું સહભાગી નહી જ બનું.

સંયુક્ત રાષ્ટ્રોની મહાસભામાં હાજરી આપી અહીં પાછા ફરેલા મેક્રોંએ તેમની વીજાણું માધ્યમો પર પ્રસારિત પત્રકારો સાથેની ચર્ચામાં ગુરૂવારે હિંમતપૂર્વક જણાવી દીધું હતુંકે, પુતિનના ‘પરમાણુ યુદ્ધ’ના બ્લેક મેઇલિંગ સામે યુક્રેનના સાથીઓએ એક બની ઉભા રહેવાની જરૂર છે.

તેમણે વધુમાં કહ્યું કે આપણી સમક્ષ મહાકાર્ય તો યુક્રેનને આજે કરી રહ્યા છીએ તે રીતે સહાય સતત કરતા રહેવાનું છે અને તેને તેના પ્રદેશો રક્ષવામાં સહાયરૂપ થતા રહેવું જે આપણે કરી રહ્યા છીએ સાથે તે પણ નિશ્ચિત રાખવું કે, રશિયા ઉપર હુમલો ન કરવો અને યુદ્ધ વધુ વિસ્તરે તેવા કોઈ પગલાં ન ભરવાં.

તે સર્વવિદિત થઈ ગયું છે કે પુતિને પોતાને (રશિયાને) રક્ષવા માટે પરમાણુ શસ્ત્રોના ઉપયોગ સહિત દરેક પ્રકારના શક્ય તેટલા પગલાની ખુલ્લી ધમકી આપ્યા પછી સાથે યુક્રેન ઉપર આક્રમક કરવા તેણે ૩ લાખ ‘રિઝર્વીસ્ટસ’ તૈનાત કર્યા પછી વિશ્વમાં, વિશેષત: યુરોપમાં તો ભારે તંગદિલી ફેલાઈ ગઈ છે.

તેવામાં યુક્રેને તાજેતરમાં વળતું આક્રમણ કરી રશિયન સેનાને કેટલાક ભાગમાંથી પાછી હઠાવી છે પરંતુ તે અંગે એક્સપર્ટસને ચેતવણી ઉચ્ચારે છે કે પુતિન તેનો કેવો પ્રતિભાવ આપશે તે કહી શકાય તેમ જ નથી. તે યુક્રેનના રશિયનભાષી વિસ્તારો લઈ લેવા ઝનૂનથી કાર્યવાહી કરે તેમ છે.

આ ઘટનાક્રમ અંગે મેક્રોએ કહ્યું કે, રશિયાએ એક ડગલું આગળ વધવા નિર્ણય કર્યો છે પરંતુ તેથી આપણે પ્રવાહમાં ખેંચાઈ જવાની જરૂર નથી.

Related posts

રાજસ્થાન / રાજકીય સંકટ વચ્ચે સીએમ ગેહલોત પહોચ્યા દિલ્હી, સોનિયા ગાંધી સાથે કરશે મુલાકાત

Hardik Hingu

Ekta Kapoor વિરૂદ્ધ જારી થયું અરેસ્ટ વૉરેન્ટ, જાણો શું છે સમગ્ર મામલો

Hemal Vegda

IND vs SA / આફ્રિકા સામે પ્રથમ ટી-20માં ભારતનો શાનદાર વિજય, મેન ઓફ ધ મેચ બન્યો આ ખેલાડી

Hardik Hingu
GSTV