GSTV

ઘરે નથી બની રહી બહાર જેવી French Fries? તો એક વખત આ રીતે જરૂરથી બનાવી જુઓ

ફ્રેન્ચ ફ્રાઈઝ સાંદ માટે એક લોકપ્રિય નાસ્તો છે. તેને બાળકો અને મોટા બધા જ પસંદ કરે છે. પરંતુ ઘરે જ્યારે ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવીએ છીએ ત્યારે તે બહાર જેવી ક્રીસ્પી નથી બનતી હોતી. આજે અમે તમને જણાવી શું કે બબોર જેવીજ એકદમ ક્રિસ્પી ફ્રેનચ ફ્રાઈઝ કઈ રીતે બનાવી શકાય.

સામગ્રી

બટાટા 3 મોટા અને લાંબા આકાર વાળા

તળવા માટે તેલ

કાર્નફ્લોર એક મોટી વાટકી

ખાંડ નાની ચમચી

આઈસ ક્યૂબ 12-15

પાણી 2 ગિલાસ

બનાવવાની રીત

  • સૌપ્રથમ, બટાકાની છાલ કાઢી તેને લાંબા ટુકડાઓમાં કાપી લો.
  • એક મોટા વાસણમાં પાણી અને બરફ નાખો તેમાં બટાટાનાં ટુકડા કાપીને 10 મિનિટ સુધી રાખો.
  • ત્યારબાદ ટુકડાને કાઢી, એક કાપડ પર સુકવવા માટે મુકી લો.
  • જ્યારે પાણી સૂકાઈ જાય તો તેને એક નેપકીન પર પાથરી લો. જેથી તેમાં પાણી ન રહે.
  • એક વાસણમાં બટાકાના ટુકડાઓ પર કાર્નફ્લોર અને ચપટી મીઠું નાખી સારી રીતે મિક્સ કરી લો. (ધ્યાનમાં રાખો કે બટાટામાં કાર્નફ્લોર સારી રીતે ચોંટી જાય).
  • એક કડાહીમાં તેલ નાખી અને માધ્યમ તાપ પર ગરમ કરો. ધ્યાનમાં રાખો કે જ્યારે તેલ સારી રીતે ગરમ થાય ત્યારે જ બટાટાને ફ્રાય કરો.
  • ફ્રેન્ચ ફ્રાઈસને બે રીતે ફ્રાય કરી શકાય છે.
  • પ્રથમ પદ્ધતિમાં બટાટાને બે વાર તળી લો. આ માટે, 10-12 મિનિટ માટે ફ્રાય કરવું અને કાઢી લો.
  • પછી આ ટુકડા ફરીથી તેલમાં 4-5 મિનિટ માટે તળી લો. આમ કરવાથી, ફ્રેન્ચ ફ્રાઈસ વધુ ક્રીસ્પી બનશે.
  • બીજી રીતે એ છે કે એક જ સમયે 12-15 મિનિટ માટે બટેકાના ટુકડાઓને ફ્રાય કરો. યાદ રાખો કે ફ્લેમ ફાસ ન હોય. નહી તો ફ્રેન્ચ ફ્રાઈસ બળી જશે.
  • પ્લેટમાં તળેલા બટાકાના ટુકડાઓ ફેલાવો.
  • પછી થોડી ખાંડ અને મીઠું ઉમેરો અને સારી રીતે મિક્ષ કરી લો.
  • ક્રીસ્પી ફ્રેચ ફ્રાઈસ તૈયાર છે.
  • ટામેટા કેચઅપ સાથે તેનો આનંદ માણો.

Related posts

હવે ડૉક્ટરોની થઈ શકે છે છુટ્ટી! પહેલીવાર રોબોટે કેન્સરની સર્જરી કરી દર્દીને કર્યો સાજો

Mansi Patel

સપ્ટેમ્બરમાં આ તારીખથી શનિની બદલાઈ રહી છે ચાલ, આ 4 રાશિઓને મળશે મોટી રાહત

Mansi Patel

ક્યારેય પણ પથારીમાં બેસીને ભોજન કરવું જોઈએ નહી, રાહુ થઈ જાય છે નારાજ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!