ફ્રેટ કોરીડોરને લઇ સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના સીયાલાજ ગામના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ફ્રેટ કોરીડોરના કામને લઇ ખાડી બ્લોક કરી દેવાતા સીયાલાજથી કોસંબા જતા લો-લેવલ બ્રીજ પર પાણી ફરી વળ્યા છે. તો બીજી તરફ ખાડી ઉભરાતા કેટલાક ખેડૂતોના ખેતરોમાં પણ પાણી ઘૂસી ગયા છે.

અમદાવાદ થી મુંબઈ વચ્ચે ફ્રેટ કોરીડોરની કામગીરી જોરશોરમાં ચાલી રહી છે. આ ફ્રેટ-કોરીડોરને લઇ ટ્રાન્સપોટેશન સરળ થઇ જશે. પરંતુ આ ફ્રેટ કોરીડોરની કામગીરી કેટલાક લોકો માટે માથાના દુખાવા સમાન સાબિત થઇ રહી છે. માંગરોળ તાલુકાના સીયાલજ ગામના ખેડૂતોની ફ્રેટ કોરીડોરને કારણે હાલત કફોડી બની છે.


સીયાલજ ગામના ખેતરના પાણી તેમજ નવાપુરા, મોટાબોરસરા, પાલોદ, પીપોદરા સહીત ઓદ્યોગિક એકમોના ગંદા અને કેમિકલ યુક્ત પાણી ખાડીમાં થઇ ને કીમ નદીમાં જાય છે. હાલ કીમ નદી પર ફ્રેટ કોરીડોરના બ્રીજની કામ ચાલી રહ્યું છે જેથી કોન્ટ્રાક્ટર દ્વારા ખાડીમાં માટી નાખીને પુરાણ કરી દેતા ખાડી ઉભરાઈ ગઈ છે. જેથી આ કેમિકલયુક્ત ગંદા પાણી ખાડી કિનારે આવેલા ખેતરોમાં ફરી વળ્યા છે.

સિયાલજ ગામ અને કોસંબા વચ્ચે સીયાલાજ નજીક એક લો લેવલ ગરનાળું પણ આવેલું છે. ફ્રેટ કોરીડોર એ ખાડી બ્લોક કરી દેતા હાલ આ લો-લેવલ પુલમાં પણ છેલ્લા ૧૦ દિવસથી પાણી ફરી વળ્યા છે. સિયાલજ ગામના ખેડૂતો ની મોટા ભાગની જમીન પુલની બીજી તરફ આવેલી છે. જેથી આખા દિવસ દરમ્યાન ખેડૂતો તેમજ ખેત મજુરો એ આ માર્ગ પરથી અવરજવર કરવી પડે છે. હાલ આ પુલ પર પણ પાણી ફરી વળતા સ્થાનિકોને ભારે હાલકીનો સામનો કરવો પડી રહ્યો છે.
હાલ તો બ્રિજ પર પાણી હોવાથી વાહન વ્યવહાર પણ અસર થઈ રહી છે. એક મહિનામાં બીજી વાર સમસ્યા સર્જાતા ખેડૂતો દ્વારા જિલ્લા કલેક્ટરને પણ ફરિયાદ કરાઈ હતી. જેથી હાલ બ્રિજના બાજુ ના ભાગેથી અન્ય એક કામ ચલાઉ રસ્તો બનાવી કામ શરૂ કરાયું છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- સાવધાન! ભૂલથી પણ આ 7 ચીજવસ્તુઓને ક્યારેય તમારા ફ્રિજમાં ના મૂકતા નહીંતર…
- તમારા નસકોરાં બોલવા પાછળ ક્યાંક ઓએસએ તો જવાબદાર નથી, જાણો કઈ રીતે મેળવશો તેનાથી છુટકારો
- Suzuki Access 125ની ખરીદવું પડશે મોંઘુ, કંપનીએ કિંમતમાં કર્યો આટલા રૂપિયાનો વધારો
- પોતાની જાન ગામમાં આવે તે પહેલા યુવતીએ અધિકારીઓ પાસે બનાવડાવ્યો ગામનો નવો રસ્તો, અધિકારીઓએ પણ ખુશ થઈ કામ કરી આપ્યું
- શું તમે કરો છો Earphone નો ઉપયોગ? તો જાણી લેજો તેનાથી થતી ગંભીર બીમારીઓ વિશે…