પેટ્રોલ ડિઝલના અને બીજી વસ્તુઓના ભાવ વધારાથી પરેશાન જનતા પર આગામી બજેટ બાદ વધુ એક બોજો આવી શકે છે. મળતી વિગતો પ્રમાણે આગામી બજેટમાં કેન્દ્ર સરકાર સ્માર્ટફોન્સ, ઈલેક્ટ્રોનિક સાધનો અને ઘરપરાશના ઉપકરણો સહિત 50 જેટલી આઈટમો પરની ઈમ્પોર્ટ ડ્યુટીમાં પાંચથી દસ ટકાનો વધારો કરી શકે છે.
વસ્તુઓના ઉત્પાદનને પ્રોત્સાહન આપી શકાય
ન્યૂઝ એજન્સીના અહેવાલ પ્રમાણે સરકાર આત્મ નિર્ભર ભારત અભિયાનના ભાગરુપે આ નિર્ણય લેવા માંગે છે. જેથી ઘર આંગણે આ વસ્તુઓના ઉત્પાદનને પ્રોત્સાહન આપી શકાય. બીજી તરફ સરકાર આ ડ્યુટી વધારીને 200 અબજ રુપિયા વધારે મેળવી શકશે. કોરોના મહામારીના કારણે સુસ્ત થયેલા અર્થતંત્રથી સરકારને એમ પણ ફટકો પડ્યો છે.
આયાત પર બહુ મોટી અસર
સૂત્રોનુ કહેવું છે કે, ઈમ્પોર્ટ ડ્યુટી વધારવાથી ફર્નિચર અને ઈલેક્ટ્રિક વાહનોની આયાત પર બહુ મોટી અસર પડશે. ઉપરાંત ફ્રિઝ, ટીવી, એસી પણ ઈમ્પોર્ટ ડ્યુટી વધશે. જોકે ઈમ્પોર્ટ ડ્યુટીના પ્રસ્તાવને મંજૂર કરતા પહેલાં તેમાં સુધારા વધારા થવાની શક્યતાઓ પણ છે.
પ્રોડક્ટસ પર ઈમ્પોર્ટ ડ્યુટી વધારી
ઘરેલુ ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે સરકારે તાજેતરમાં કેટલાક મોટા નિર્ણયો લીધા છે. ઘર આંગણે ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે આવા નિર્ણયો લેવા જરુરી છે. ગયા વર્ષે પણ સરકારે ફૂટવેર, રમકડા જેવી પ્રોડક્ટસ પર ઈમ્પોર્ટ ડ્યુટી વધારી હતી.
READ ALSO
- ખાસ વાંચો/ વરિષ્ઠ નાગરિકોને કાનૂની સુરક્ષા આપશે મોદી સરકાર, જમાઇ અને વહુઓએ પણ વૃદ્ધોને આપવુ પડશે ભરણપોષણ ભથ્થુ
- ખાસ વાંચો / રેલ્વે યાત્રીઓને મોટો ઝટકો: રેલ્વેએ ભાડામાં કર્યો વધારો, જાણો તમારા ખીસ્સા પર થશે કેટલી અસર
- સમયસર પુરા કરી દેજો બેંકના કામ: માર્ચ મહિનામાં આટલા દિવસ બંધ રહેશે દેશભરની તમામ બેંકો, જોઈ લો રજાઓનું લિસ્ટ
- મહારાષ્ટ્રમાં કોરોના વિસ્ફોટ: વાશિમની હોસ્ટેલમાં 190 વિદ્યાર્થીઓનો રિપોર્ટ પોઝિટીવ આવતા ખળભળાટ મચ્યો, સરકારી તંત્ર આવ્યું હરકતમાં
- કામની વાત/ હેલ્થ ઈન્શ્યોરન્સ લેતા પહેલા સમજી લ્યો વીમા કોન્ટ્રાક્ટની આ વાત, નહીં તો બાદમાં થશે પરેશાની