GSTV
Gujarat Government Advertisement

મેટ્રો સિટી અમદાવાદમાં મફત વાઇ-ફાઇ સેવા : પ્રથમ ગ્રાસે જ મક્ષિકા !

Last Updated on March 5, 2018 by

મેટ્રો સિટીમાં સામેલ અમદાવાદમાં આજે ફ્રી વાઈફાઈ સેવાનો પ્રારંભ થયો છે. મહાનગર પાલિકા દ્વારા  સરકારી હોસ્પિટલ, કોર્પોરેશનની ઝોનલ કચેરી અને બીઆરટીએસ બસ સ્ટેન્ડ પર સવાર 6 થી 11 વાગ્યા સુધી ફ્રી વાઈફાઈ સેવા શરૂ થઈ છે. જોકે બીઆરટીએસ બસ સ્ટેન્ડ પર વાઈફાઈ સેવા કેવી છે ? તેની વાસ્તવિકતા સામે આવી છે. વર્ષે ફ્રી વાઈફાઈ સેવા આપવાથી મહાપાલિકા પર રૂપિયા 60 લાખનો બોજ પડવાનો છે. મહાપાલિકાએ જનમિત્ર વાઈફાઈ યોજના શરૂ કરી છે. જેમાં બીઆરટીએસના 145 બસ સ્ટેન્ડ પર ફ્રી વાઈફાઈ સેવાનો લોકો લાભ લઈ રહ્યા છે. આ સિવાય મહાપાલિકની  6 ઝોનલ કચેરી, વી.એસ., એલ.જી., શારદાબેન અને નગરી આઈ હોસ્પિટલ, ખોખરા ડેન્ટલ કોલેજ, એન.એચ.એલ. મેડિકલ કોલેજ તથા એમ. જે. લાઈબ્રેરી ખાતે ‘વાઈફાઈ’ સુવિધાનો લાભ લોકો મેળવી રહ્યા છે.

જનમિત્ર કાર્ડ ધરાવનારના મોબાઈલ મ્યુનિ. રેકોર્ડ અને સેવાઓ સાથે લિન્ક છે. જ્યારે જનમિત્ર કાર્ડ નહીં ધરાવનારને 1 એમપીબીએસ સ્પીડનો લાભ મળશે. ‘અનલિમિટેડ ફ્રી વાઈફાઈ’ સુવિધાનો દુરૂપયોગ ન થાય તે માટે ઓટીપી લેવો ફરજિયાત  છે. નાગરિકોને આ સુવિધા પૂરી પાડવા મહિને રૂ.5 લાખનો ખર્ચ અને વર્ષે દહાડે રૂ.60 લાખનો ખર્ચ થશે. શહેરના 145 બીઆરટીએસ જંક્શન ખાતે ઓપ્ટિકલ ફાઈબર નાંખેલા હોવાથી ફક્ત 15 દિવસમાં જ ફ્રી વાઈફાઈ સુવિધાની કામગીરી પૂરી કરી શકાઈ છે.

અમદાવાદમાં લાખો રૂપિયાના ખર્ચે સવારે 6 થી 11 વાગ્યા સુધી ફ્રી વાઈફાઈ સુવિધા શરૂ તો થઈ છે. જોકે તેમાં સામાન્ય માણસોને વાપરવા મળતી સ્પીડ અને તે કેટલુ કાર્યદક્ષ છે. તેનું જીએસટીવીની ટીમે રિયાલીટી ચેક કર્યુ હતુ. જેમાં સર્વર ડાઉન હોવાથી સમય ઘણો વ્યતિત થતો જોવા મળ્યો. અને જ્યારે ઓટીપી નંબર મળતા તેનાથી વાઈફાઈ ઉપયોગ કરવાનો ત્રણ ત્રણ વખત પ્રયાસ કર્યો. જોકે તેમ છતાં સફળતા મળી ન હતી.

Gujarat Government Advertisement

Related posts

અમદાવાદ સહિતના શહેરોમાં આ બાઇકનો છે જબ્રો ક્રેજ, માત્ર બે કલાકમાં તમામ બાઇક વેચાઇ ગઈ

Zainul Ansari

હાથવગું હથિયાર: એસિડિટી અને પેટ સંબંધિત સમસ્યાઓ ચપટી વગાડતા થઈ જશે ગાયબ, આવી રીતે કરો મસાજ

Pravin Makwana

જાપને ભારતીય ઓલિમ્પિક ટુકડી પર લાદ્યા કડક નિયમો, આઇઓએએ કહ્યું – અન્યાયી અને ભેદભાવપૂર્ણ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!