GSTV
Home » News » રેલવે સ્ટેશનની આજૂબાજુના લોકો પણ હવે વાપરી શકશે ફ્રી વાઈ-ફાઈ હૉસ્પૉટ

રેલવે સ્ટેશનની આજૂબાજુના લોકો પણ હવે વાપરી શકશે ફ્રી વાઈ-ફાઈ હૉસ્પૉટ

દેશભરના 5500 રેલને સ્ટેશન પર સાર્વજનિક વાઈ-ફાઈ હોટસ્પોટ લગાવ્યા બાદ, કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે બુધવારે જણાવ્યું હતું કે, સરકાર હવે સ્ટેશનોની આજૂબાજુ રહેતા લોકોને પણ આ સુવિધા વાપરવાની મંજૂરી આપવા પર વિચાર કરી રહી છે.

તેમણે કહ્યું હતું કે, સ્ટેશનોની આસપાસના વિસ્તારોમાં મહિલા, ખેડૂતો અને વિદ્યાર્થીઓને આ આધુનિક સુવિધાનો લાભ આપવા માટે અને તેમના જીવનને વધારે સારૂ બનાવવા માટે રેલવે સ્ટેશનપર ઈંટરનેટ સર્ફિગ કરી શકશે. રેલવે મંત્રીએ જણાવ્યું હતું કે, એનએએસકોમ ટેક્નોલોજી એન્ડ લીડરશીપ ફોરમમાં વાત થઈ છે. મંત્રાલયે જણાવ્યું હતું કે, શરૂઆતમાં ઓનલાઈન જાહેરાત ગૂગલની મદદથી 410 રેલવે સ્ટેશનો પર વાઈ-ફાઈની સુવિધા આપવામાં આવી છે અને બાકીની જગ્યાઓ પર પણ લગાવવામાં આવશે.

જો કે, આ માટે રેલવે ખાસ્સા રૂપિયાની જરૂર પડવાની છે, જેના માટે તેમણે સાર્વજનિક રીતે કોર્પોરેટ્સ અને બ્રાન્ડિંગને વાઈ-ફાઈ સ્થાપિત કરવામાં મદદની અપીલ કરી છે. તેમણે આગળ જણાવ્યું હતું કે, ટાટા ટ્ર્સ્ટ આ માટે આગળ આવ્યું છે અને તેના માટે તેમને ધન્યવાદ પણ કરૂ છું. આ સેવા ચાલુ થયા બાદ તેને સામાજિક વિકાસ માટે પણ ઉપયોગમાં લેવામાં આવશે.

READ ALSO

Related posts

અયોધ્યામાં મસ્જિદ માટે ફાળવવામાં આવેલી પાંચ એકર જમીન સ્વીકારશે સુન્ની વકફ બોર્ડ, સાથે હોસ્પિટલ અને લાઈબ્રેરી પણ બનાવશે

Arohi

પીએમ કિસાન યોજના: હવે વધુ ખેડૂતો સુધી પહોંચશે 6 હજાર રૂપિયા વાળી સ્કીમનો લાભ, સરકારે લૉન્ચ કરી નવી એપ

Bansari

તણાવને દૂર કરવો હોય તો અપનાવો આ ટીપ્સ, હ્રદય અને મન રહેશે ખુશ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!