GSTV
World

Cases
5279458
Active
7246649
Recoverd
572981
Death
INDIA

Cases
311656
Active
571460
Recoverd
23727
Death

તમે પણ અપનાવી લો આ ટ્રિક, ક્યારેય હેન્ગ કે સ્લો નહી થાય તમારો ફોન

clear internal memory

ઘણીવાર તમે પણ અનુભવતા હશો કે ફોન સ્લો થઇ ગયો છે. ત્યાં તે ફોનના સ્લો થવાનું મુખ્ય કારણ ફોન સ્પેસ ફુલ થઇ જવી છે. જો તમારા ફોનની સ્પેસ ભરેલી હશે તો તમારો ફોન વારંવાર હેન્ગ થશે અને સ્લો થઇ જશે. ઘણીવાર એવું પણ બને છે કે ફોનમાં કેટલીક એવી વસ્તુઓ સ્ટોર થઇ જાય છે જે વિશે આપણે જાણતા પણ નથી અને તે સ્પેસ રોકે છે.

new smartphone

જો તમે ઇચ્છો કે તમારો ફોન પણ હેન્ગ ન થાય તો અઠવાડિયે અથવા તો મહિને ફોનની સ્પેસની સફાઇ જરૂર કરો. આ સાથે જ મોબાઇલ અપડેટ આવે તો સિસ્ટમને અપડેટ પણ કરો. તો ચાલો જાણીએ કેટલીક એવી ટિપ્સ જેની મદદથી તમે તમારા ફોનની સ્પેસ ખાલી કરીને તેની સ્પીડ વધારી શકો છો.

આ રીતે વધારો ફોનની સ્પેસ

તમે જ્યારે કોઇ એપ ડાઉનલોડ કરો અને તેનો ઉપયોગ બંધ થઇ ગયો હોય તો તેને ડિલિટ કરી દો. તમે જે એપનો યુઝ કરો છો તેને જ તમારા ફોનમાં રાખો. જો શક્ય હોય તો એક સિક્વન્સમાં મુકો જેથી આ એપ્સ શોધવામાં તમને તકલીફ ન પડે.

સૌપ્રથમ તમારા ફોનમાં જે એપની જરૂર ન હોય તેને અનઇન્સ્ટોલ કરી દો. કારણ કે જે એપનો તમે યુઝ નથી કરતા તે ખોટો ડેટા ખર્ચ કરે છે અને સ્પેસ પણ રોકે છે. આ બિનજરૂરી એપ્સ ડિલિટ કર્યા બાદ તમારા ફોનની હોમ સ્ક્રીનને વ્યવસ્થિત કરો. અલગ-અલગ ટાઇપના ફોલ્ડર્સ બનાવીને તમે ફોનની સ્પેસને વ્યવસ્થિત કરી શકો છો.  

સ્ટોરેજને ફ્રી કરો

સ્ટોરેજના મામલે હવે નવા ફિચર્સથી મોબાઇલમાં ઘણી સ્પેસ મળવા લાગી છે. પરિણામે આપણે કંઇ પણ સેવ કરીએ છે. પરંતુ ડેટા વધુ સેવ થવાથી પણ મુશ્કેલી થવા લાગે છે. તેથી તમારા મોબાઇલમાં જે પણ જરૂરી મેસેજ, જીઆઇએફ, ગેમ, વીડિયો,ફોટો ન હોય તેને ડીલીટ કરી દો. તેનાથી સ્ટોરેજમાં સ્પેસ થવાથી મોબાઇલ સરળતાથી ઓપરેટ થશે. જે પણ મોટી ફાઇલ્સની જરૂર ન હોય તેને ડીલીટ કરી દો. તમે તમારા ફોનમાં એવી સેટિંગ્સ રાખી શકો છો કે કોઇ મેસેજ કે વીડિયો કેટલી વાર સુધી રાખવા છે. તેનો ટાઇમ પિરિયડ પૂરો થયા બાદ તે આપમેળે જ ડીલીટ થઇ જશે.

સૌથી વધુ સ્ટોરેજ ફોટો અને વીડિયોની હોય છે. તેને તમે ઓનલાઇન ક્લાઉડ બેકઅપમાં રાખી શકો છો. તે પછી મોબાઇલમાંથી તેને ડીલીટ કરી દો. બેકઅપ રાખવાથી તમે તેને ગમે ત્યારે એક્સેસ કરી શકો છો.

Read Also

Related posts

ટોસિલીજુમેબ ઇન્જેકશન કાળાબજાર : એક આરોપીની ધરપકડ, સાર્થક ફાર્માના માલિક થયા અંડરગ્રાઉન્ડ

Nilesh Jethva

ગલવાનમાં ચીનને કારણે મોદી થયા આ 2 અધિકારીથી ખફા, રાજનાથને કહ્યું લેખિતમાં ખુલાસો માગો

Harshad Patel

ગરમ પાણી પીવાથી ચેહરા પર આવે છે નિખાર, જાણો બીજા અનેક ફાયદા..

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!