GSTV
World

Cases
3153584
Active
2641297
Recoverd
372023
Death
INDIA

Cases
93322
Active
91819
Recoverd
5394
Death

લૉકડાઉનમાં TV જોનારાઓ માટે ખુશખબર, હવે FREEમાં જુઓ આ પોપ્યુલર ચેનલ્સ

tv

કોરોના વાયરસને કારણે સમગ્ર દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે. તમામ લોકો હાલ પોતપોતાના ઘરમાં કેદ થઈ ગયા છે. લોકો હાલ ઘરમાં રહીને કંટાળી ન જાય આથી ઇન્ડિયન બ્રોડકાસ્ટિંગ ફાઉન્ડેશન એટલેકે IBF ડીટીએચ અને કેબલ નેટવર્ક પર પસંદ થયેલી ચેનલો બે મહિના સુધી મફતમાં જોઈ શકશે. જેમાં સોની પલ, કલર્સ, રિશ્તે અને અનમોલ ચેનલનો સમાવેશ થાય છે. આપને જણાવી દઈએ કે પહેલા ટાટા સ્કાઇના યૂઝર્સ માટે ફિટનેસ ચેનલ ફ્રીમાં ઉપલબ્ધ કરવામાં આવી હતી.

tv

મફતમાં જોઈ શકશો સોની, ઝી TV અને કલર્સની આ ચેનલ

IBFનું કહેવું છે કે લોકડાઉનના આ સમયમાં યૂઝર્સ સોની નેટવર્કનું સોની પલ, ઝીTVનું ઝી અણમોલ અને કલરનું કલર્સ રિશ્તે ચેનલ બે મહિના મફતમાં જોઈ શકશો. આ નિર્ણય હાલની પરિસ્થિતિને જોઈને લેવામાં આવ્યો છે.

ગ્રાહકો પહેલા આટલી ચુકવતા હતા કિંમત

આ ચેનલની કિંમતની વાત કરીએ તો સોની પલ પહેલા 1 રૂપિયામાં સ્ટાર ઉત્સવની કિંમત 1 અને ઝી અણમોલની કિંમત 0.1 રૂપિયા હતી. તો બીજી બાજુ કલર્સ રિશ્તેની કિંમત 1 રૂપિયો રાખવામાં આવી હતી. ટાટા સ્કાઇની ફિટનેસ ચેનલ ટાટા સ્કાઇની ફિટનેસ ચેનલ યૂઝર્સ માટે ફ્રીમાં ઉપલબ્ધ છે. આ ચેનલ 110 નંબર પર આવે છે. આ ચેનલ મોબાઇલ એપ પર લાઈવ TVને સરળતાથી જોઈ શકશો. આ પહેલા કંપની ગ્રાહકો પાસેથી રોજના 2 રૂપિયા વસુલતી હતી.

Read Also

Related posts

સુરત ST ડેપો: સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતની બસ સેવા થઈ શરૂ

pratik shah

એક જ દિવસમાં ધડાધડ 300 રન! આ કેરેબિયન બેટ્સમેને મચાવ્યું હતું તોફાન

Bansari

સુરત: રિંગ રોડની ટેકસ્ટાઈલ્સ માર્કેટ ફરી ધમધમતું થયું, છેલ્લા અઢી મહિનાથી બંધ પડેલા ઉદ્યોગને કરોડોનું નુકશાન

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!