GSTV

મોટો નિર્ણય/ કોરોનામાં માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર બાળકોને મળશે આ યોજનાનો લાભ, ગંભીર રોગોમાં થશે વિનામૂલ્યે સારવાર

કોરોના

Last Updated on August 2, 2021 by Bansari

કોરોનામાં માતાપિતાની છત્રછાયા ગુમાવનારા બાળકોને નાણાંકીય સહાય આપવાનુ તો સરકારે નક્કી કર્યુ છે. હવે રૂપાણી સરકારે આ અનાથ બાળકો પ્રત્યે સંવેદના દાખવી મા યોજના હેઠળ પણ આવરી લેવા નિર્ણય કર્યો છે. અનાથ બાળકોને મા યોજનામાં ગંભીર રોગોમાં વિના મૂલ્યે તબીબી સારવાર અપાશે.

કોરોના

કોરોનામાં માતાપિતાની છત્રછાયા ગુમાવનારાં બાળકોને ગંભીર રોગોમાં વિનામૂલ્યે સારવાર

ગુજરાતમાં વર્ષ 2012થી ગરીબી રેખા હેઠળ જીવતા પરિવારોને ગંભીર બિમારીઓમાં વિનામૂલ્યે તબીબી સારવાર મળી રહે તે માટે મા અને મા વાતસલ્ય યોજના અમલમાં મૂકી છે.રૂા.4 લાખથી ઓછી વાર્ષિક આવક ધરાવતાં કુટુંબોને આ યોજનામાં આવરી લેવાયા છે. આ ઉપરાંત બળાત્કાર પિડીત, એસિડ એટેક , જાતિય હિંસાના અસરગ્રસ્તો, પોલીસ,સફાઇ કામદાર અને આરોગ્ય કર્મચારીઓને આ યોજનાનો લાભ અપાય છે.

કોરોના

ગુજરાત સરકારે અનાથ બાળકો પ્રત્યે સંવેદના દાખવી

સામાજીક ન્યાય અિધકારીતા વિભાગની રજૂઆતને પગલે કોરોનામાં માતાપિતા ગુમાવનારા બાળકોને મુખ્યમંત્રી અમૃતમ યોજનાનો લાભ આપવા સરકાર સમક્ષ દરખાસ્ત કરવામાં આવી હતી. આખરે સરકારે અનાથ બાળકો પ્રત્યે સંવેદના દાખવા આ દરખાસ્તને મંજૂર કરી છે.

હવે 0થી 18 વર્ષના બાળકો કે જેમના માતાપિતા કોરોનામાં મૃત્યુ પામ્યા હશે તેને આ યોજનાનો લાભ મળશે. આવક મર્યાદા ધ્યાનમાં લીધા વિના આ યોજનાનો નિરાધાર બાળકોને લાભ મળશે.અનાથ બાળક ગુજરાતનુ મૂળ વતની હોય આૃથવા છેલ્લા દસેક વર્ષથી ગુજરાતમાં કાયમી વસવાટ કરતુ હોય તેને લાભ મળવા પાત્ર છે.

Read Also

Related posts

Big Breaking / પાનને આધાર સાથે લિંક કરવાની ડેડલાઇન ફરી વધારવામાં આવી, હવે આ તારીખ સુધી કરાવી શકશો Link

Zainul Ansari

રસીકરણ / કોરોના રસી લીધા પછી જ ધંધો કરવાની મળશે છૂટ, રાજ્યના આ વિસ્તારના પ્રાન્ત અધિકારીનું ફરમાન

Zainul Ansari

મોટા સમાચાર / રાજ્યભરમાં 22 લાખથી વધુ લોકોને આપવામાં આવી કોરોના રસી, અમદાવાદીઓમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!