GSTV
Business Trending

રાશન કાર્ડ વગર પણ આ રીતે મળશે મફત અનાજ, જાણો શું છે સરકારી નિયમ

રાશન કાર્ડ

મોદી સરકારે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીની ફરી એક વખત પ્રવાસી મજૂરો અને ગરીબો માટે મફત અનાજ યોજનાનો સમયગોળો વધારી દીધો છે. સાથે જ કેન્દ્ર સરકારે પણ કહ્યું છે કે જેની પાસે રાશન કાર્ડ નથી તેમને પણ 5 કિલો મફત ઘઉં, ચોખા અને એક કિલો ચણાની દાળ આપવામાં આવશે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના પાર્ટ-2 હેઠળ આ યોજનાનું એલાન કરવામાં આવ્યું છે. એવામાં જે લોકોના રાશન કાર્ડ અત્યાર સુધી નથી બન્યા તે લોકો આ યોજનાનો લાભ ઉઠાવી શકે છે. તેની સાથે જો તમે રાશન કાર્ડ બનાવવા માંગો છો તો તે રાજ્યમાં તમે રહી રહ્યા છો તે રાજ્યના નજીકના જન સેવા કેન્દ્ર પર જઈને ઓનલાઈન રાશન કાર્ડ બનાવડાવી શકો છો. 

મફત યોજનાના લાભ હવે નવેમ્બર સુધી મળશે

કેન્દ્રીય ખાદ્ય અને પુરવઠા પ્રધાન રામવિલાસ પાસવાને 1 જુલાઈએ મીડિયાને જણાવ્યું હતું કે પ્રાધાનમંત્રીએ 30 જૂન 2020એ રાષ્ટ્રના નામે જે સંબોધન કર્યું હતું તેમાં તેમણે દેશમાં હાલની સ્થિતિ અને આવતા મહિનાઓમાં દેશમાં થતા તહેવારોને જોતા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના આગામી 5 મહિના એટલે કે નવેમ્બર 2020 સુધી વધારી દેવામાં આવી છે.

રાશન કાર્ડ

80 કરોડથી વધુ લોકોને દર મહિને મળશે લાભ

તેના હેઠળ દેશના 80 કરોડથી વધુ NFSA લાભાર્થીઓને દરમહિને મળતા અનાજ ઉપરાંત વ્યક્તિ દિઠ 5 કિલો ઘઉં અથવા ચોખા અને દરેક પરિવારને 1 કિલો ચણા મળશે. આ સંબંધમાં વિભાગ દ્વારા 30 જૂન 2020એ રાજ્ય સરકારોને આદેશ જાહેર કરવામાં આવ્યા છે અને દરેક રાજ્યોને કહેવામાં આવ્યું છે કે આવતા 5 મહિના માટે વિતરણ તરત ઉપલબ્ધ કરાવવામાં આવે.

રાશન કાર્ડ વગર પણ મળશે રાશન

રામવિલાસ પાસવાને જણાવ્યા અનુસાર, જો કોઈની પાસે રાશન કાર્ડ નથી તો તેને પોતાનું આધાર લઈ જઈને રજીસ્ટ્રેશન કરવવાનું રહેશે જ્યાર બાદ કેમને એક સ્લિપ આપવામાં આવશે. તે સ્લિપ બતાવ્યા બાદ તેમને મફત અનાજ મળશે. તેમના માટે રાજ્ય સરકારોની પણ જવાબદારી નક્કી કરવામાં આવી છે. રાજ્ય સરકાર ગરબી મજૂરોને મફત રાશનનો લાભ સુનિશ્ચિત કરે.

રાશન કાર્ડ

મફત રાશન આપવા માટે રાજ્ય સરકારોની ભુમિકા મહત્વપૂર્ણ

જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે લોકડાઉન લાગુ કર્યા બાદથી જ એવા લાભાર્થી જેમની પાસે રાશન કાર્ડ નથી તેમને પણ ફ્રી રાશન આપવાની ઘોષણા કરી હતી. દિલ્હી સહિત ઘણા રાજ્યો અને કેન્દ્રસાશિત પ્રદેશોને આ આદેશનું પાલન કરતા મફતમાં રાશન આપવાનું શરૂ કર્યું છે. આ યોજના પહેલા ત્રણ મહિના માટે લાગુ કરવામાં આવી હતી પરંતુ 30 જૂને પીએમ મોદીએ દેશના નામે સંબોધનમાં આ યોજનાને નવેમ્બર સુધી વધીરી દીધી. પીએમએ જણાવ્યું કે આ યોજનાને નવેમ્બર સુધી લાગુ કરવામાં 90 હજાર કરોડથી વધુનો ખર્ચ થશે. જ્યારથી આ યોજના શરૂ થઈ છે ત્યારથી નવેમ્બર સુધી તેમાં ડોઢ લાખ કરોડ સુધીનો ખર્ચ કરવામાં આવશે.

દિલ્હી સરકારે ઓનલાન સેવા કરી શરૂ

એવામાં જે મજૂરોનું રાશન કાર્ડ નથી બન્યુ તેમને પણ વ્યક્તિદીઠ 5 કિલો રાશન અને 1 કિલો ચણા હવે નવેમ્બર સુધી જરૂર મળશે. કેન્દ્ર સરકારનું માનવું છે કે તેના દ્વારા 8 કરોડ પ્રવાસી મજૂરોને ફાયદો થશે. ઘણી રાજ્યોની સરકારો ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચાડી રહી છે. દિલ્હી સરકારે તેને માટે અલગથી એક ઓનલાઈ સેવા શરૂ કરી છે. જેમાં અપ્લાય કર્યા બાદ રાશન મળી રહ્યું છે.

મહત્વનું છે કે રાશન કાર્ડ આમ તો એક સરકારી ડોક્યુમેન્ટ છે જેના દ્વારા સાર્વજનિક વિતરણ પ્રણાલી હેઠળ ઉચિત દરની દુકાનોથી ઘઉં, ચોખા વગેરે બજાર મુલ્યાથી ખૂબ ઓછા ભાવમાં ખરીદી શકાય છે.

Read Also

Related posts

Solar Highway / દેશના આ રાજ્યમાં બની રહ્યો છે પહેલો સોલર એક્સપ્રેસ વે, જાણો શું છે ખાસ વાત

Nelson Parmar

India Vs South Africa Series: ભારતીય ટીમના પ્રવાસથી ક્રિકેટ સાઉથ આફ્રિકા થશે માલામાલ

Hardik Hingu

તેલંગાણાના નવા સીએમ રેવંત રેડ્ડી KCRને મળવા હોસ્પિટલ પહોંચ્યા

Rajat Sultan
GSTV