GSTV

જાણવા જેવું: દુકાનદાર ઓછુ રાશન આપે અથવા આનાકાની કરે તો અહીં કરો તાત્કાલિક ફરિયાદ, થઈ જશે સિધોદોર

રાશન

Last Updated on June 18, 2021 by Pravin Makwana

પ્રધાનમંત્રી મોદીએ થોડા દિવસ પહેલા દેશને સંબોધન કર્યુ હતું જેમાં મોટી મોટી જાહેરાતો કરવામાં આવી હતી. એક જાહેરાત પ્રમાણે ગરીબ લોકોને મોટા લાભ આપવાની વાત કરવામાં આવી હતી. પીએમ મોદીએ તેમા કહ્યુ હતું કે, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાનો વિસ્તાર કરવાનો નિર્ણય કર્યો છે. હવે આ યોજના દિવાળી સુધી ચાલુ રહેશે. જેનો અર્થ થાય છે કે, રાશનકાર્ડ ધારકોને હવે નવેમ્બર સુધી રાશનકાર્ડ પર મળતા કાટોમાં વધારાના 5 કિલો ફ્રી અનાજ મળશે.

દુકાનદાર ના પાડે અથવા ઓછુ અનાજ આપે તો અહીં ફરિયાદ કરો

જો કોઈ દુકાનદાર રાશન ઓછુ આપે અથવા આપવામાં આનાકાની કરે તો આપ તેની ફરિયાદ કરી શકો છો. નેશનલ ફૂડ સિક્યોરિટી પોર્ટલ પર દરેક રાજ્ય માટે અલગ અલગ ટોલ ફ્રી નંબર આપેલા છે. જો આપ ઈચ્છો તો NFSAની વેબસાઈટ https://nfsa.gov.in માં જઈને આપના રાજ્યનો નંબર શોધી ફોન કરી શકો છો. આપને જણાવી દઈએ કે, દરેક રાજ્યમાં રાશન કાર્ડ બનાવવાની પ્રક્રિયા એકસમાન હોય છે.

હેલ્પલાઈન નંબર શા માટે

સરકાર ભ્રષ્ટાચાર ઓછો કરવા માટે મથામણ કરી રહી છે. તેથી અનાજ વિતરણમાં કોઈ ગરબડી ન થાય તે માટે કાર્ડધારકોને હેલ્પલાઈન નંબર આપીને તેમા ફરિયાદ કરવાની સુવિધા આપી છે. કોઈ રાશનકાર્ડ ધારકને જો અનાજ મળવામાં મુશ્કેલી આવતી હોય તો, અહીંથી નંબર લઈને ફરિયાદ કરી શકો છો.

રાશન કાર્ડ માટે અરજી કરવાની રીત

જો આપ પણ રાશન કાર્ડ બનાવવા માગો છો તો આપના રાજ્યની વેબસાઈટ પર જાવ.જ્યાં ઓનલાઈન અપ્લાઈ રાશન કાર્ડ ઓપ્શન દેખાશે. તેના પર ક્લિક કર્યા બાદ માગવામાં આવેલી તમામ વિગતો ભરો. આઈડી પ્રુફ માટે વોટર આઈડી અથવા આધાર કાર્ડની જરૂર પડશે. અરજીમાં માગેલી વિગતો ભર્યા બાદ તેને સબમિટ કરી દો. વેરિફિકેશન બાદ એક મહિનાની અંદર આપનું રાશન કાર્ડ આવી જશે. જેનાથી આપ સસ્તાદરે અનાજ ખરીદી શકશો.

READ ALSO

Related posts

આ રીતે બાળકોના નામ પર જમા કરો પૈસા, દર વર્ષે આટલા રૂપિયા સુધી બચાવી શકો છો ઈનકમ ટેક્સ

Harshad Patel

નવી ચર્ચા/ 2024 પહેલાં થઈ શકે છે લોકસભાની 1000 સીટ, Central Vista પ્રોજેક્ટમાં સરકાર કરી રહી છે આ તૈયારી

Harshad Patel

રેગિંગનું દૂષણ: ગોત્રી મેડિકલ કોલેજમાં દૂધ નહીંં લાવી આપવાની બાબતે સિનિયરોએ પાઠ ભણાવવા કરી એવી સજા કે કેટલાકની લથડી તબિયત!

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!