GSTV

રેલવે પ્લેટફોર્મ ટિકિટ માટે નહી આપવા પડે રૂપિયા, ભારતીય રેલવેની અનોખી પહેલ

આમ તો પ્લેટફોર્મ ટિકિટ 10 રૂપિયામાં મળે છે પરંતુ હવે તમે તેને ફ્રીમાં પણ મેળવી શકો છો. હકીકતમાં ભારતીય રેલવેએ દિલ્હીના આનંદ વિહાર રેલવે સ્ટેશન પર એક એવી મશીન લગાવી છે જેથી ફ્રીમાં તમે રેલવે ટિકિટ લઇ શકશો. જો કે તેના માટે તમારે મશીન સામે ઉઠક-બેઠક કરવાની છે. ફક્ત 180 સેકેન્ડમાં 30 વાર ઉઠક-બેઠક કરનાર લોકો જ ફ્રી પ્લેટફોર્મ ટિકિટ મેળવી શકશે.

રેલવેની અનોખી પહેલ

જણાવી દઇએ કે રેલવે તરફથી આ પહેલ ફિટનેસને પ્રોત્સાહિત કરવા માટે કરવામાં આવી છે. આ મશીનને ફિટ ઇન્ડિયા દંડ બેઠક મશીન નામ આપવામાં આવ્યું છે. આ મશીનનો વીડિયો રેલ મંત્રી પિયુષ ગોયલ અને રેલવે મંત્રાલયે ટ્વીટ કર્યો છે. રેલવેની આ અનોખી પહેલનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

આ રીતે કામ કરશે મશીન

મશીનની સામે બે ફૂટ પ્રિન્ટ છે. તેના પર તમારે ઉભા રહીને નિશ્વિત સમયમાં 30 વાર ઉઠક-બેઠક કરવાની છે. મશીનમાં લાગેલા ડિસ્પ્લે પર તમારો સમય અને પોઇન્ટ જોવા મળશે. જેવી 180 સેકેન્ડ પૂરી થશે તમને પ્લેટફોર્મ ટિકિટ મળી જશે.

આ સાથે જ રેલવે મંત્રાલયે ભારતીય રેલવેના જૂના ડબ્બાનો ઉપયોગ કરવા અંગેની જાણકારી આપી છે. હકીકતમાં જૂના ડબ્બાથી મૈસૂની એક સ્કૂલમાં સુંદર ક્લાસરૂમ બનાવવામાં આવ્યો છે. આ જ રીતે બિહારના દાનાપુરમાં જૂના ડબ્બા દ્વારા સ્ટાફ કેન્ટિન અને દિલ્હીના રાષ્ટ્રીય રેલ સંગ્રહાલયમાં ઑફિસ બનાવવામાં આવી છે.

Read Also

Related posts

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસ વકર્યો છે, ત્યારે સરકારે એન-૯૫ માસ્ક અને પીપી સૂટનાં વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો

pratik shah

Corona પીડિતોની મદદે વિશ્વનાથ આનંદ સહિત આ 6 ચેસ ખેલાડીઓ, ફંડ એકઠું કરવા માટે રમશે ચેરિટી ચેસ ટુર્નામેન્ટ

Bansari

Corona ઇફેક્ટ: મદદ માટે આગળ આવી ટચૂકડા પડદાની સામ્રાજ્ઞી,એક વર્ષની સેલરી સમર્પિત કરશે એક્તા કપૂર

Bansari
Do NOT follow this link or you will be banned from the site!