Freeમાં મળી રહ્યો છે One Plusનો આ ધાંસૂ સ્માર્ટફોન, જલ્દી કરો તક જતી ના કરતાં

સ્માર્ટફોન નિર્માતા કંપનીઓ અવાર-નવાર ગ્રાહકોને આકર્ષવા માટે નવી નવી સ્કીમ અને ઑફર્સ લઇને આવતી હોય છે તેવામાં ચીની સ્માર્ટફોન નિર્માતા કંપની OnePlus પોતાના યૂઝર્સ માટે એક ચેલેન્જ લઇને આવી છે.આ ચેલેન્જ પૂરી કરનારને  OnePlusનો સ્માર્ટફોન ફ્રીમાં આપવામાં આવશે, તો ચાલો તમને જણાવીએ કે ફ્રી સ્માર્ટફોન મેળવવા માટે તમારે શું કરવું પડશે.

OnePlus સ્માર્ટફોન ફ્રીમાં મેળવવા માટે તમારે કંપનીની એન્ડ્રોઇડ બેઝ્ડ ઓપરેટિંગ સિસ્ટમ OxygenOSના નવા ફિચર્સ ડિઝાઇન કરવા પડશે. યૂઝર્સને ખૂબ ડિટેલમાં આ ફિચર્સની સમજ આપવી પડશે. આ સાથે જ અનેક જરૂરી સવાલોના જવાબ આપવા પડશે. જેથી કંપની માની શકે તમે આપેલો આઇડિયા કારગર સાબિત થઇ શકે છે. આ સાથે જ યૂઝર્સને નવો અનુભવ પણ આપી શકો છો.  એટલું જ નહી, આ ફિચરની ડિઝાઇન તમે તૈયાર કરી હોય તો તે સ્માર્ટફોનમાં કેવી રીતે કામ કરશે. તે સમજાવવા માટે તમારે સ્કેચ તૈયાર કરવો પડશે.

 દરેક યૂઝર્સ દ્વારા મોકલાવવામાં આવેલા ડિઝાઈન આઈડિયામાંથી કંપની કેટલીક આઇડિયા સિલેક્ટ કરશે. આ લકી યૂઝર્સને વન પ્લસની ઇવેન્ટનો ભાગ બનવાની તક મળશે.  આ ઇવેન્ટમાં કંપની સિલેક્ટ કરેલા ફિચરને ઑફિશ્યલ લોન્ચ કરશે. જેનો પણ આઇડિયા સિલેક્ટ થશે તેને કંપનીનો લોન્ચ થનાર નવો સ્માર્ટફોન ફ્રીમાં આપવામાં આવશે. આ ફોનની ખાસ વાત એ છે કે , વિનરને જે ફોન મળશે તેમાં જ તેની જ ડિઝાઇન કરેલા ફિચર્સ ઇનબિલ્ટ હશે.

OnePlusના ફેન્સને 22 ફેબ્રુઆરી પહેલા PRD (પ્રોડક્ટ રિક્વાયરમેન્ટ ડોક્યુમેન્ટ) અને કેટલાક જરૂરી સવાલના જવાબ સાથે સબમિટ કરવાનાં રહેશે. જેના ટાઈટલમાં હેશટેગ #PMChallenge (જ્યાં PMનો મતલબ પ્રોડક્ટ મેનેજર છે) લખવુ જરૂરી છે. જો તમે વધુ જાણકારી મેળવવા માગતા હોય તો https://forums.oneplus.com/threads/pmchallenge-design-our-next-oxygenos-feature.994109/ ક્લિક કરીને ડિટેલ્સ મેળવી શકો છો.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter