GSTV
Gujarat Government Advertisement

આજના જમાનામાં પાણી પણ પૈસા આપીને લેવું પડે, ત્યારે આ ગામમાં દૂધ વેચાય છે મફત…

Last Updated on July 19, 2019 by

આજના જમાનામાં પાણી પણ મફતમાં મળતું નથી, પરંતુ મધ્ય પ્રદેશના બેતુલમાં એક એવું ગામ છે, જ્યાં પાલક દૂધ વેચતાં નથી, પણ મફતમાં આપે છે. આ સાંભળવું થોડું અચરજ પમાડે તેવું છે, પરંતુ આ ખરેખર હકીકત છે. લગભગ ત્રણ હજારની આબાદી વાળા બેતૂલ જિલ્લાનું ચૂડિયા ગામ જ્યાં લોકો દૂધનો વ્યાપાર નથી કરતાં, પણ ઘરમાં જે દૂધ ઉત્પન્ન થાય છે તેને જોઈએ એટલું ઘરમાં વાપરે છે બાકી જેને જરૂર હોય તેને મફતમાં આપે છે.

આ ગામમાં કોઈ પણ વ્યક્તિ દૂઘ વેચવાનું કામ કરતા નથી. ગામના એક વ્યક્તિએ જણાવ્યું કે, 100 વર્ષ પહેલા ગામમાં સંત ચિન્ધ્યા બાબા હતા. તે ગો સેવક હતા. તેમણે દૂધ અને તેમાંથી બનતી વસ્તુઓનું વેચાણ ન કરવાનું કહ્યું. ગામ વાળાએ બાબાની વાત માની, અને ત્યાર પછી અહીં દૂધ નથી વેચવામાં આવતું. તેણે કહ્યું, ‘હવે દૂધ ન વેચવું અહીંની પરંપરા બની ગઈ છે.’ હવે તો એવી ધારણા છે કે જો દૂધ વેચીશું તો કંઈક નુકસાન થશે.

ગામના લોકોએ જણાવ્યું કે તેમના પૂર્વજો પાસેથી સાંભળ્યું હતું કે, બાબાએ ગામ વાળાને શીખામણ આપી હતી કે દૂધમાં મિલાવટ કરીને વેચવું પાપ છે, એટલા માટે ગામમાં કોઈ દૂધ વેચતું નથી અને મફતમાં આપે છે. ત્યારથી બાબાની વાત પથ્થરની લકીર બની ગઈ અને દૂધ મફતમાં વેચવા લાગ્યા.

ત્રણ હજારની વસ્તી વાળા ગામમાં 40ટકા લોકોની વસ્તી આદિવાસી વર્ગ છે. તેમાં 40 ટકા લોકો ગોવાળો છે. તેના કારણે લોકો મોટી સંખ્યામાં પશુપાલન કરે છે. તે ઉપરાંત અન્ય જાતિની વસ્તી 20 ટકા છે. ગામના પ્રમુખે જણાવ્યું કે બાબાએ દૂધનો ઉપયોગ ગામમાં જ થાય એટલા માટે વાત કરી હતી.

જેનાથી તે સ્વસ્થ રહે. આ બાબાની વાત તેઓ આજે પણ માને છે અને દૂધનો ઉપયોગ ઘરમાં કરીને સ્વસ્થ પણ રહે છે. કોઈ દૂધ વેચતું નથી, જો દહીં પણ જમાવે તો તેને વેચી દે છે. ગામ વાળાનો મુખ્ય વ્યવસાય ખેતી છે તેથી દૂધ ન વેચી તો તેની સામે કોઈ આર્થિક સમસ્યા નથી આવતી. આદિવાસી સિવાય બીજા પાસે પશુપાલનનો વ્યવસાય છે અને જરૂરી દૂધ મળે છે, જેની પાસે વધુ ઉત્પાદન થયું હોય તે બીજાને દૂધ આપી દે છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અનોખો પ્રયોગ/ વેલેન્ટાઇન ડેથી ચેન બાંધીને એકબીજા સાથે સળંગ ૧૨૩ દિવસ રહેલું દંપતી છૂટા પડતાં બોલ્યું હાશ, શહેર પણ બદલી દીધા

Harshad Patel

અનોખો કેરીનો બાગ: એક નંગ કેરીનો ભાવ છે અઢી લાખ રૂપિયા, સુરક્ષા માટે રાખ્યા છે ત્રણ ગાર્ડ અને નવ કુતરા !

Pravin Makwana

VIDEO: અહીં એવુ તળાવ છે જેમાં ક્યારેય કોઈ ડૂબતુ નથી, પાણીમાં છે ગજબની શક્તિ, વીડિયો જોયા પછી ચોક્કસથી ફરવાનું થઈ જશે મન

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!