GSTV
Gujarat Government Advertisement

દમ મારો દમ / અમેરિકનો માટે સરકારે મૂકી જોરદાર ઓફર, વેક્સિન મૂકાવો તો નશો કરાવતી આ વસ્તુ મળશે મફત

Last Updated on June 9, 2021 by Dhruv Brahmbhatt

કોરોનાને રોકવા માટે અમેરિકામાં પણ કોરોના વેક્સિન મુકવાનું અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે. જોકે, અમેરિકાની સરકાર માટે મુસિબત એ છે કે, હજી પણ ઘણા અમેરિકન્સ વેક્સિન મુકવવા માંગતા નથી.

વોશિંગ્ટનમાં ગાંજાને કાયદા પ્રમાણે માન્યતા

તેમને વેક્સિનેશન સેન્ટર સુધી ખેંચી લાવવા માટે જાત જાતની ઓફરો આપવામાં આવી રહી છે અને તેમાં પણ અમેરિકાના વોંશિગ્ટન રાજ્યે તો જે લેટેસ્ટ ઓફર કરી છે તે જાણીને આશ્ચર્ય થઈ શકે છે. મળતી જાણકારી પ્રમાણે અહીંયા 21 વર્ષ કે તેથી વધુ વયના લોકો વેક્સિન લગાવશે તો તેમને ફ્રીમાં ગાંજો આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, વોશિંગ્ટનમાં ગાંજાને કાયદા પ્રમાણે માન્યતા આપવામાં આવી છે. તેને દવા તરીકે ઉપયોગમાં પણ લઈ શકાય છે.

જે પણ વ્યક્તિ આ ઓફરનો લાભ ઉઠાવવા માંગતી હોય તેણે કેનેબિસ ડિસ્પેન્સરીના ઈન સ્ટોર કિલનિકમાં જઈને રસી મુકાવવાની રહેશે. રસી મુકાયા બાદ લાભાર્થીને પ્રી રોલ્ડ જોઈન્ટ ( અમેરિકામાં ગાંજાને જોઈન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે) આપવામાં આવશે. આ ઓફર 12 જુલાઈ સુધી ઉપલબ્ધ રહેશે.

drink

આ પહેલા અમેરિકામાં વેક્સિન લગાવનારાઓને એક ફ્રી ડ્રિન્ક, લોટરી જેવા જાત જાતના ઈનામો આપવાની અલગ અલગ રાજ્યોમાં જાહેરાત થઈ ચુકી છે. અમેરિકાની સરકારનું ટાર્ગેટ છે કે, દેશની 70 ટકા વસતીને 4 જુલાઈ સુધીમાં વેક્સિનનો ઓછામાં ઓછો એક ડોઝ મુકવામાં આવે. હાલમાં અમેરિકામાં 63 ટકા લોકોને વેક્સિનનો એક કે બે ડોઝ અપાઈ ચૂક્યો છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર

Dhruv Brahmbhatt

જો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ

Vishvesh Dave

ચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!