GSTV
World

Cases
3198269
Active
2696867
Recoverd
375622
Death
INDIA

Cases
97581
Active
95527
Recoverd
5598
Death

FREEમાં LPG સિલિન્ડર આપી રહી છે સરકાર, લાભ મેળવવા માટે આ બાબતો જાણવી છે જરૂરી

LPG

Corona વાયરસ સામેની જંગમાં કેન્દ્ર સરકારે દેશભરમાં 21 દિવસનું લોકડાઉન જાહેર કર્યુ છે. આ વચ્ચે ગરીબ વર્ગને રાહત આપવા માટે સરકારે 1.7 લાખ કરોડ રૂપિયાનું રાહત પેકેજ જાહેર કર્યુ છે. આ રાહત પેકજનો એક હિસ્સો પણ હતો કે ઉજવલા સ્કીમ અંતર્ગત કેન્દ્ર સરકાર ફ્રી LPG સિલિન્ડરની સપ્લાય કરશે. સરકારની આ સ્કીમનો લાભ ફક્ત તે જ લોકોને મળી શકશે જે આ સ્કીમ અંતર્ગત રજીસ્ટર્ડ હશે.

લાભાર્થીનો મોબાઇલ નંબર રજીસ્ટર્ડ હોવો ફરજિયાત

લાભ લેવા માટે LPG સિલિન્ડર લેવા માટે ગ્રાહકનો મોબાઇલ નંબર રજીસ્ટર હોવો ફરજિયાત છે. તેનો અર્થ એ છે કે જે લાભાર્થીઓનો મોબાઇલ નંબર ગેસ એજન્સી પાસે રજીસ્ટર્ડ છે, તેમને જ આ સ્કીમનો લાભ મળી શકશે.

lpg

આ સ્કીમ અંતર્ગત લાભ લેવા માટે સરકારે પૂરી તૈયારી કર્યા બાદ સિલિન્ડરોની સપ્લાય પણ શરૂ કરી દીધી છે. તેના માટે પહેલા લાભાર્થીના ખાતામાં સિલિન્ડરની રકમ જમા થશે. તે બાદ તે ગેસ બુક કરવાશે અને રોકડમાં ચુકવણી કરીને સિલિન્ડર લેશે.

એક મહિનામાં કેટલા LPG સિલિન્ડર મળશે

ઉજવલા સ્કીમ અંતર્ગત 14.2 કિલોગ્રામ વાળા 3 LPG સિલિન્ડર પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનામાં આપવામાં આવશે. 1 મહિનામાં એક જ સિલિન્ડર ફ્રીમાં આપવામાં આવશે. જે લોકો પાસે 5 કિલો વાળા સિલિન્ડર છે, તેમને 3 મહિનામાં કુલ 8 સિલિન્ડર આપવામાં આવશે. એટલે કે એક મહિનામાં વધુમાં વધુ 3 સિલિન્ડર જ ફ્રી મળશે.

lpg

નૉન સબ્સિડી સિલિન્ડરના ભાવ ઘટ્યા

જણાવી દઇએ કે તાજેતરમાં જ સરકારે LPG ગેસ સિલિન્ડરની કિંમત ઘટાડી દીધી છે. દિલ્હીમાં 14.2 કિલો નૉન સબ્સિડી સિલિન્ડરની કિંમત હવે 744 રૂપિયા જ થઇ ગઇ છે. પહેલાં દિલ્હીમાં એક સિલિન્ડર 805.50 રૂપિયાનો મળતો હતો. આ રીતે 14.2 કિલોગ્રામ વાળા એક સિલિન્ડરના ભાવમાં આશરે 61.50 રૂપિયાનો ઘટાડો થયો છે.

Read Also

Related posts

12 નવા કેસ સાથે અમદાવાદ ગ્રામ્યમાં કોરોનાનો પગપેસારો, સૌથી વધુ 6 કેસ આ તાલુકામાં

Bansari

અમેરિકામાં હિંસક બન્યા પ્રદર્શનકારીઓ, અનેક શહેરોમાં કર્ફ્યુ જાહેર

Arohi

અમદાવાદની આ હોસ્પિટલમાં જતાં લોકો ડરશે, કોરોનાથી થયેલા કુલ મૃત્યુના 41 ટકા અહીં

Bansari
Do NOT follow this link or you will be banned from the site!