GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

ફ્રીમાં LPG સિલિન્ડર મેળવવાની છેલ્લી તક! આ રીતે મેળવો સ્કીમનો લાભ

lpg

કોરોના વાયરસ સામેની જંગમાં કેન્દ્ર સરકારે ગરીબ વર્ગને રાહત આપવા માટે 1.7 લાખ કરોડ રૂપિયાના રાહત પેકેજનું એલાન કર્યુ હતુ. આ જ રાહત પેકેજનો એક હિસ્સો તે પણ હતો કે ઉજ્જવલા ક્રીમ અંતર્ગત કેન્દ્ર સરકાર ફ્રી LPG સિલિન્ડરનો સપ્લાય કરશે. સરકારની આ સ્કીમનો લાભ ફક્ત તે જ લોકો લાભ લઇ શકે છે જે આ સ્કીમ અંતર્ગત રજીસ્ટર્ડ છે. સરકારની આ સ્કીમનો લાભ લેવા માટે તમારી પાસે ફક્ત એક મહિનાનો સમય છે. કારણ કે 3 મહિના સુધી ફ્રી ગેસ સિલિન્ડર મેળવવાની માન્યતા જૂન મહિનામાં પૂરી થઇ જશે.

લાભાર્થીનો મોબાઇલ નંબર રજીસ્ટર્ડ હોવો ફરજિયાત

LPG સિલિન્ડરનો લાભ લેવા માટે ગ્રાહકનો મોબાઇલ નંબર રજીસ્ટર હોવો જરૂરી છે. તેનો અર્થ એ છે કે જે લાભાર્થીઓનો મોબાઇલ નંબર ગેસ એજન્સી પાસે રજીસ્ટર્ડ છે, તેમને જ આ સ્કીમનો લાભ મળશે. આ સ્કીમ અંતર્ગત લાભ આપવા માટે સરકારે પૂરી તૈયારી કર્યા બાદ સિલિન્ડરોનો સપ્લાય પણ શરૂ કરી દીધો છે. તેના માટે પહેલાં લાભાર્થીના ખાતામાં સિલિન્ડરની રકમ જમા થશે. તે બાદ તે ગેસ બુક કરાવશે અને રોકડની ચુકવણી કરીને સિલિન્ડર મેળવશે.

lpg

એક મહિનામાં મળશે આટલા સિલિન્ડર

ઉજ્જવલા સ્કીમ અંતર્ગત 14.2 કિલોગ્રામ વાળા 3 LPG સિલિન્ડર જ વડાપ્રધાન ગરીબ કલ્યાણ યોજનામાં આપવામાં આવશે. 1 મહિનામાં એક જ સિલિન્ડર ફ્રીમાં આપવામાં આવશે. જે લોકો પાસે 5 કિલો વાળા સિલિન્ડર છે, તેમને 3 મહિનામાં કુલ 8 સિલિન્ડર આપવામાં આવશે. એટલે કે એક મહિનામાં વધુમાં વધુ 3 સિલન્ડર ફ્રી મળશે.

LPG

આ રીતે કરો અરજી

PMUY અંતર્ગત ગેસ કનેક્શન લેવા માટે બીપીએલ પરિવારની કોઇ મહિલા અરજી કરી શકે છે. તેના માટે તમારે KyC ફોર્મ ભરીને નજીકના  LPG કેન્દ્રમાં જમા કરાવાનું છે. PMUY માં અરજી કરવા માટે 2 પેજનું ફોર્મ, જરૂરી દસ્તાવેજ, નામ, સરનામુ, જનધન બેન્ક એકાઉન્ટ નંબર, આધાર નંબર વગેરેની જરૂર પડે છે. અરજી કરતી વખતે તમારે તે પણ જણાવવુ પડશે કે તમે 14.2 કિલોગ્રામનું સિલિન્ડર લેવા માગો છે કે 5 કિલોગ્રામનું. PMUYની અરજી તમે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકો છો. તમે નજીકના એલપીજી કેન્દ્રથી પણ અરજી ફોર્મ લઇ શકો છો.

PMUY માટે આ દસ્તાવેજો છે જરૂરી

  • પંચાયત અધિકારી અથવા નગર નિગમ પાલિકા અધ્યક્ષ દ્વારા અધિકૃત બીપીએલ કાર્ડ
  • બીપીએલ રાશન કાર્ડ
  • ફોટો આઇડી (આધાર કાર્ડ, વોટર આઇડી)
  • પાસપોર્ટ સાઇઝનો ફોટો
  • રાશન કાર્ડની કૉપી
  • રાજપત્રિત અધિકારી (ગેજેટેડ અધિકારી) દ્વારા માન્ય સ્વ-ઘોષણા પત્ર
  • એલઆઇસી પોલીસી, બેન્ક સ્ટેટમેન્ટ
  • બીપીએલ યાદીમાં નામની પ્રિન્ટ આઉટ

Read Also

Related posts

આ 2 સંકેત બતાવી રહ્યા છે કે તમારો પાર્ટનર તમારી સાથે વિશ્વાસઘાત કરી રહ્યો છે, સતર્ક રહો

pratik shah

ખુશખબર! મોદી સરકારે GST કરદાતાઓને આપી મોટી રાહત, રિટર્ન ફાઇલમાં મોડુ થવા પર ભરવો પડશે માત્ર આટલો દંડ

Ankita Trada

લગ્ન સંબંધમાં શું કામ જરૂરી છે પતિ-પત્ની વચ્ચે ઉંમરનો તફાવત, જાણો વિગતે…

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!