ઘણા રાજ્ય સરકારી સ્ટૂડેન્ટ્સ માટે ફ્રી લેપટૉપ સ્કીમ ચલાવે છે. કેન્દ્ર સરકાર દ્વારા પણ વિદ્યાર્થીઓ માટે સ્કૉલરશિપ સહિત ઘણા પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે. હવે ચર્ચા થઈ રહી છે કે ભારત સરકાર દેશભરમાં 5 લાખ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ માટે Free Laptop Scheme લઈને આવી રહી છે.
આ ચર્ચા એક મેસેજથી શરૂ થઈ, જેમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્રીય શિક્ષા મંત્રાલય 5 લાખ વિદ્યાર્થીઓને મફતમાં લેપટૉપ આપશે. આ મેસેજને લઈને ઘણા સવાલ ઉઠી રહ્યા છે. હવે PIBએ આ સવાલોના જવાબ આપ્યા છે.
હકીકતમાં છેલ્લા કેટલાક દિવસોથી ફેસબુક, વ્હૉટ્સએપ સહિત અન્ય સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ્સ પર એક ટેક્સ્ટ મેસેજ વાયરલ થઈ રહ્યો છે, જેમાં ભારત સરકાર દ્વારા 5 લાખના ફ્રી લેપટૉપ વહેંચવાની યોજનાની વાત કહેવામાં આવી છે.
મેસેજમાં Free Laptop માટે લિંક પણ
તે Social Media Viral મેસેજમાં લખ્યું છે કે- ‘કેન્દ્રિય શિક્ષણ મંત્રાલય સ્ટૂડેન્ટ્સને ફ્રી લેપટૉપ વહેંચવામાં આવી રહ્યા છે. આર્થિક રીતે નબળા પરિવારોની મદદ અને બાળકોને ઑનલાઈન લર્નિંગની સુવિધા આપવા માટે સરકારે આ નિર્ણય લીધો છે.’ આ મેસેજ સાથે એક લિંક પણ આપવામાં આવી છે. તમે આ ફ્રી લેપટૉપના યોગ્ય છો કે નહીં. જાણવા માટે લિંક ક્લિક કરો.
A text message with a website link is circulating on social media which claims that @EduMinOfIndia is offering 500,000 free laptops to all students #PIBFactCheck
— PIB Fact Check (@PIBFactCheck) September 19, 2022
▶️The circulated link is #Fake
▶️The government is not running any such scheme pic.twitter.com/B0LdPI8un2
પ્રેસ ઈન્ફૉર્મેશન બ્યૂરો (PIB)એ પોતાના ફેક્ટ ચેક ટ્વિટર હેન્ડલ @PIBFactCheck પર આ Viral Message ની સચ્ચાઈ જણાવી છે. ટ્વિટમાં જણાવ્યું છે કે સોશિયલ મીડિયા પર ફેલાવવામાં આવી રહેલો આ મેસેજ ખોટો છે. ભારત સરકાર દ્વારા આવી કોઈ યોજના નથી ચલાવાઈ રહી.
PIBને પૂછો વાયરલ મેસેજની સચ્ચાઈ
Alert- આવા મેસેજ સાથે આવેલી કોઈ પણ લિંક પર ક્લિક કરવાની ભૂલ ન કરો. આવી ભૂલ કરીને તમે ઑનલાઈન ઠગાઈનો પણ શિકાર થઈ શકો છો. ભારત સરકારની કોઈ પણ યોજનાના સંબંધમાં સંપૂર્ણ જાણકારી માટે ઑફિશિયલ વેબસાઈટ વિઝિટ કરો. તદ્દપરાંત તમે પીઆઈબીને 8799711259 પર મેસેજ મોકલીને કે [email protected] પર ઈમેલ કરીને પણ વાયરપલ મેસેજની સચ્ચાઈ જાણી શકો છો.
READ ALSO
- પેપરલીક મામલે વિપક્ષ નેતા અમિત ચાવડાએ રાજયની ભાજપ સરકાર પર કર્યા પ્રહાર
- પોલિટિક્સ / મહેબૂબા-ઓમર કોંગ્રેસ સાથે હાથ મિલાવશે!, યાત્રમાં જોડાયા બાદ અટકળો
- સુરત / પાંડેસરામાં ગેસ ગળતરના કારણે 14 વર્ષીય સગીરાનું મોત
- Beauty Tips / ઠંડીની મોસમમાં યોગ્ય મોઈશ્ચરાઈઝર ત્વચાને રાખે મખમલી
- જર્મનીની જીત / હોકી વર્લ્ડ કપમાં બેલ્જિયમને શૂટઆઉટમાં હરાવીને જર્મનીએ ખિતાબ જીત્યો