GSTV

પૈસા ન હોય, તો પણ આ શહેરમાં બાર્બર શૉપમાં મફતમાં કપાવી શકો છો વાળ

હાલનાં દિવસોમાં આખા દેશમાં કોરોનાવાયરસનો કહેર છે. આ લોકડાઉનને કારણે લોકોના કામ-ધંધા અટકી પડ્યા છે. આવી સ્થિતિમાં લોકો પૈસા માટે મોહતાઝ થઈ ગયા છે. લોકો પાસે ખાવા માટે પણ પૈસા નથી. તો, આ મુશ્કેલ સમયમાં, કોચિમાં એક સલૂન માલિક પોતાની રીતે લોકોને મદદ કરી રહ્યો છે. કોચીમાં રહેતો આ વાળંદ તેની દુકાન પર મફતમાં વાળ કાપીને લોકોને મદદ કરી રહ્યો છે. મળતી માહિતી પ્રમાણે આ વાળંદ 14 વર્ષ સુધીના બાળકોના વાળ મફતમાં કાપી રહ્યો છે. આ સિવાય પૈસા ન હોવાના મામલે વૃદ્ધોને વિના મૂલ્યે હેરકટ કરી આપે છે.

સલૂન માલિકે જણાવ્યું હતું કે તેની પાસે 3 દુકાન છે, જેમાંથી એક ઉપર તે બધાને મફતમાં વાળ કાપી આપે છે. તેમનું કહેવું છે કે, તે એવાં બધાને મફતમાં હેરકટ આપી રહ્યા છે કે, જેમની પાસે પૈસાની સમસ્યા છે અથવા હેરકટ કરાવવા માટે પૈસા નથી. સલૂન માલિકે તેની દુકાન પર એક બોર્ડ લગાવી દીધું છે, જેમાં લખ્યું છે કે જે લોકો પાસે પૈસા નથી, તેઓ વાળ મફતમાં કાપવી શકે છે.

READ ALSO

Related posts

ખતરો/ ભારત માટે કેટલો ખતરનાક સાબિત થઈ શકે છે ચીનનો આ નવો વાયરસ, કેવી સાવધાની રાખવી પડશે

Pravin Makwana

IPL 2020: કલકત્તાએ નોંધાવી પ્રથમ જીત, સનરાઈઝ હૈદરાબાદની સતત બીજી હાર

Pravin Makwana

LIVE સંસદમાં સાંસદે પાર્ટનરના પ્રાઈવેટ પાર્ટને કરી લીધી કિસ, આપવું પડ્યુ મંત્રી પદેથી રાજીનામું

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!