GSTV

ઘરે એકલી રહેતી વૃદ્ધ મહિલાઓ માટે ચોંકાવનારો કિસ્સો વડોદરામાં આવ્યો સામે, ગઠીયાઓએ ખેલ્યો આ ખેલ

ઘરે એકલી રહેતી વૃદ્ધ મહિલાઓ માટે ચોંકાવનારો કિસ્સો વડોદરામાં સામે આવ્યો છે. વડોદરાના રાવપુરા વિસ્તારમાં આવેલા શિયાપૂરામાં રહેતી બે વૃદ્ધ મહિલાઓ સાથે ગઠિયાએ છેતરપિંડી કરી હતી. ગઠિયાએ વૃદ્ધાઓને ઘર નજીક આવેલા મંદિરના પૂજારીને 1000 રૂપિયા આપી દેવાનું કહીને મહિલાઓને એક હજાર રૂપિયા આપ્યા હતા.

બાદમાં વૃદ્ધાઓને વિશ્વાસમાં લઈ હિપ્નોટાઈઝ કરી હાથમાં પહેરેલી સોનાની બંગડીઓ પડાવી લીધી હતી. ત્યારબાદ ગઠિયો નજર ચૂકવી રૂપિયા અને સોનાની બંગડી લઈ ફરાર થઈ ગયો હતો. વૃદ્ધ મહિલાઓએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

READ ALSO

Related posts

પાટણ/ HNGUમાં કારોબારી ચૂંટણીના ફોર્મ પરત ખેંચવાનો આજે અંતિમ દિવસ, 25મીએ મતદાન

Pravin Makwana

સુરત/ રામમંદિરના નામે ખોટી રીતે ફાળો ઉધરાવતા શખ્સની પોલીસે કરી ધરપકડ

Pravin Makwana

ઊંઝા તાલુકામાં સિંચાઈનો પ્રશ્ન ઉકેલાશે, ધારાસભ્ય આશાબેન પટેલની રજૂઆતને પગલે કરોડોની યોજના મંજૂર

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!