‘તમારા ખાતામાં ભૂલથી મારા પૈસા આવ્યા છે’ તમારા આવો કોલ આવે તો તમે ચેતજો. આ સાયબર ફ્રોડ ટોળકીની નવી મોડસ ઓપરેન્ડી છે. આ ઓપરેન્ડીનો અનેક લોકો શિકાર બની ચુક્યા છે. સાયબર સેલમાં આ મામલે અનેક લોકોએ અરજી કરી ફરિયાદ આપી છે. ફોન કરનાર તમારી પાસે પૈસા પરત માંગે તો તેણે ઓનલાઈન પેમેન્ટ કરવાનું ટાળજો. કોલ કરનારને પૈસા પરત લેવા માટે કાયદાકીય પ્રોસેસ કરવા જણાવજો. જો ફોન કરનારને તમે ઓનલાઈન પેમેન્ટ કર્યું તો, તમારું બેંક ખાતું ખાલી સફાચટ થઈ શકે છે.

સાયબર ફ્રોડ કરતી ટોળકીની આ નવી મોડસ ઓપરેન્ડીનો ભોગ બનેલા અનેક લોકોની ફરિયાદ પોલીસ પાસે પહોંચી રહી છે. અમદાવાદ શહેર સાયબર સેલમાં જ આવી ૧૨ જેટલી અરજીઓ આવી છે. પોલીસના જણાવ્યા મુજબ સાયબર ફ્રોડ કરતી ટોળકી દ્વારા જે તે વ્યક્તિના બેંક એકાઉન્ટમાં મામુલી રકમ ઓનલાઈન ભરવામાં આવે છે. જે વ્યક્તિના ખાતામાં પૈસા જમા કરાવ્યા હોય તે વ્યક્તિને આરોપીઆ ે દ્વારા કોલ કરી પોતાના પૈસા ભૂલથી આવી ગયાનું જણાવી રકમ પરત માંગવામાં આવે છે. ભૂલથી પેમેન્ટ થઈ ગયાનું કહેનાર વ્યક્તિના ખાતામાં તમે ઓનલાઈન રિર્ટન પેમેન્ટ કર્યું તો તમારા બેંક ખાતામાં જેટલું બેલેન્સ હશે, તે બધું જ આ ટોળકી દ્વારા ખાલી કરી નાંખવામાં આવશે.
સાયબર સેલના સિનિયર અધિકારીઓએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયથી શરૃ થયેલી આ નવી મોડસ ઓપરેન્ડીનો શિકાર ઘણાબધા લોકો થઈ રહ્યા છે. સાયબર સેલમાં દસ થી બાર જેટલા લોકોની ફરિયાદો આવી છે. આ આંકડો સતત વધી રહ્યો હોવાથી લોકોએ જાગૃત થવાની જરૃર છે. આ પ્રકારના કોલ કરનાર વ્યક્તિને તમારે ઓનલાઈન પેમેન્ટ કરવાનું નથી પણ કોલ કરનારને કહો કે, તું પ્રોપર ચેનલનો ઉપયોગ કર તને રકમ પરત મળી જશે. સામાન્ય રીતે ઓનલાઈન પેમેન્ટ કરતી વખતે અન્ય વ્યક્તિના ખાતામાં ભૂલથી રકમ જતી રહે તો જે તે વ્યક્તિએ તેની બેંકને જાણ કરવાની હોય છે. બેંક દ્વારા ધારકના એકાઉન્ટમાં પૈસા જમા થયા હોય તેની બેંકને આ બાબતે જાણ કરવામાં આવે છે. આ રીતે પ્રોસેસ કરનારના ખાતામાં પૈસા પરત આવી જતા હોય છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ગુગલ પે સહીતના ડીજીટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરતા વ્યક્તિઓના ખાતામાં આ રીતે જાણી જોઈને મામુલી રકમ જમા કરાવી ટોળકી દ્વારા જે તે વ્યક્તિને કોલ કરી રકમ પરત માંગવામાં આવે છે. આ પ્રકારે ફોન કરનારને રકમ પરત કરવાનો બીજો રસ્તો એ છે કે, તેણે તમારા નજીકના પોલીસ સ્ટેશનમાં આવી પૈસા લઈ જવા જણાવો. આ વ્યક્તિનું આઈડી પ્રૂફ સહિતની વિગતો ચેક કરી તેણે રોક્ડ રકમ પરત આપો.
READ ALSO
- “ધીરજ સાહુ ભાજપમાં જોડાય તો ક્લીનચીટ ન આપી દેતા”, સાંસદ પ્રિયંકા ચતુર્વેદીના ચાબખા
- અમેરિકા: રાષ્ટ્રપતિની ચૂંટણીના સર્વેમાં ડોનાલ્ડ ટ્રમ્પે હાલના રાષ્ટ્રપતિ બાઈડનને છોડી દીધા પાછળ
- જેલમાં બંધ નરગિસ વતી તેના બાળકો નોબેલ પ્રાઈઝ સ્વીકારશે, 31 વર્ષથી ઈરાનની જેલમાં છે નરગિસ
- Vishnu Deo Sai / જાણો છત્તીસગઢના નવા મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાય વિશે
- વિષ્ણુદેવ સાય બનશે છત્તીસગઢના નવા મુખ્યમંત્રી, મોદી સરકારમાં રહી ચુક્યા છે મંત્રી