GSTV

SBIમાં નોકરીના નામે થઇ રહી છે છેતરપિંડી, એકવાર જરૂર વાંચો બેન્કની આ ચેતવણી

sbi

દેશની સૌથી મોટી સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયા (SBI)માં નોકરી કરવી હજારો યુવાનોનું સપનુ છે. પરંતુ SBIમાં નોકરીનાં આ સપના વચ્ચે છેતરપિંડીનું જોખમ વધી ગયું છે. જી હા, SBIમાં સરકારી નોકરી આપવાના નામે છેતરપિંડી થઇ રહી છે. ખુદ SBIએ આ જોખમથી અરજકારોને ચેતવણી આપી છે.

SBIએ જારી કર્યુ એલર્ટ

SBIએ વર્તમાન ભરતીઓ વચ્ચે મળી રહેલી ફરિયાદો વચ્ચે તમામ અરજદારોને એક એલર્ટ જારી કર્યુ છે. નવી ચેતવણીમાં કહેવામાં આવ્યું છે કે કેટલાંક લોકો SBIના નામે ફેક જૉબ સિલેક્શન લેટર મોકલી રહ્યાં છે. આ સાથે જ બોગસ વેબસાઇટ બનાવીને SBIમાં પદો માટે સિલેક્શનની ફેક લિસ્ટ રજૂ કરવામાં આવી છે. બેન્કે સ્પષ્ટ કહ્યું છે કે SBIમાં નોકરી અપાવવાના નામે તમારી સાથે છેતરપિંડી થઇ શકે છે.

SBI તરફથી જારી કરવામા આવ્યું છે આ એલર્ટ

જો અરજી કરી હોય તો રાખો આ વાતનો ખાસ ખ્યાલ

બેન્કે પોતાની ઑફિશિયલ સાઇટ પર જારી એલર્ટમાં કહેવામાં આવ્યુ છે SBI ક્યારેય પણ સિલેક્ટેડ ઉમેદવારોના નામ જાહેર નથી કરતી. કોઇપણ SBI નોકરીમાં સિલેક્ટેડ ઉમેદવારોનો ફક્ત રોલ નંબર અને રજીસ્ટ્રેશન નંબર જ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત બેન્ક સિલેક્ટેડ ઉમેદવારોને ઇમેલ,એસએમએસ, અને પોસ્ટ દ્વારા સિલેક્શન થયાની જાણકારી આપે છે. આ ઉપરાંત ઉમેદવાર પોતાના ઇન્ટરવ્યુ અને ફાઇનલ રિઝલ્ટ માટે https://www.sbi.co.in/careers અને https://bank.sbi/careers પર જઇ શકો છો.

ઉલ્લેખનીય છે કે સરકારી નોકરીના નામે ઉમદેવારો સાથે છેતરપિંડીના મામલા સામે આવતા રહે છે. લોકોને સરકારી નોકરી આપવાના નામે રૂપિયા ઠગવામાં આવે છે. પાછલા કેટલાક વર્ષોમાં સીબીઆઇ અને પોલીસે નોકરીના નામે છેતરપિંડી કરનારી ગેંગ્સને પકડી છે.

Read Also

Related posts

IPL 2020: કલકત્તાએ નોંધાવી પ્રથમ જીત, સનરાઈઝ હૈદરાબાદની સતત બીજી હાર

Pravin Makwana

LIVE સંસદમાં સાંસદે પાર્ટનરના પ્રાઈવેટ પાર્ટને કરી લીધી કિસ, આપવું પડ્યુ મંત્રી પદેથી રાજીનામું

Pravin Makwana

સરકારે ફરવાના શોખીનો માટે વિવિધ સ્થળોને ખુલ્લા મુકતા લાંબા સમયથી ખોટ ખાઈ રહેલા ટુર ઓપરેટરોની દિવાળી સુધરશે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!