દેશમાં આવેલા ફાઇવ સ્ટાર રિસોર્ટમાં સ્ટે આપવાના નામે વિવિધ પ્લાન દર્શાવીને અનેક લોકો સાથે આબાદ છેતરપિંડી બદલ સેટેલાઇટ ઇસ્કોન એમ્પોરિયામાં આવેલી વેલોરા રિસોર્ટ અને હોસ્પિટાલીટી નામના કંપનીના સંચાલકોએ અનેક લોકો સાથે લાખો રૃપિયાની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ સેટેલાઇટ પોલીસ મથકે નોંધવામાં આવી છે. જો કે હાલ તમામ આરોપીઓ ઓફિસ બંધ કરીને નાસી ગયા છે.

મણિનગર કાંકરિયા પાસે આવેલા રૃદ્ર રેસીડેન્સીમાં રહેતા નમ્રિતા છાજેડે નોંધાવાલી ફરિયાદની વિગતો એવી છે કે હાલ વેલોરા રિસોર્ટ અને હોસ્પિટલીટી નામની કંપનીને કર્મા રિસોર્ટના નામથી કામ કરતી હતી ત્યારે ફેબુ્રઆરી ૨૦૨૦માં સેટેલાઇટ કોર્ટયાર્ડ મેરિયોટમાં એક ઇવેન્ટ યોજી હતી. જેમાં તે પરિવાર સાથે ગયા હતા. જેમાં કંપનીના સંચાલકોએ જણાવ્યું હતું કે દેશના તમામ ફરવા લાયક સ્થળો પર તેમની કંપનીનું ટાઇઅપ છે. જેમાં તેમને દશ વર્ષમાં ૭૦ નાઇટ રહેવા માટે ફ્રી મળશે. આ ઉપરાંત, અલગ પ્લાન બતાવ્યા હતા. જેથી નમ્રિતાએ દશ વર્ષનો પ્લાન પસંદ કરીને રૃપિયા ૧.૨૩ લાખ જમા કરાવ્યા હતા. જો કે તેમાં શરત હતી કે રિસોર્ટમાં બુકીંગ ૫૦ દિવસ પહેલા કરાવવું પડશે. પરંતુ, ૫૦ દિવસ પહેલા પણ બુકીંગ ન મળતા તેમણે કંપનીના સંચાલકોને જાણ કરતા તેમણે ૯૦ દિવસનું એડવાન્સ બુકીંગ કરવાનું કહ્યું હતું. પરંતુ, તેમ છંતાય,કોઇ બુકીંગ ન મળતા તેમણે નાણાં પરત માંગ્યા હતા. પરંતુ, સંચાલકોએ નાણાં પરત આપવાની ના કહી હતી. આ રીતે અનેક લોકો સાથે કંપનીના સંચાલકો હ્દય સોંલકી,અલ્પેશ રાવલ અને અનિરૃદ્વસિંહએ છેતરપિંડી કરીને લાખો રૃપિયા લઇ લીધા હતા. જે અંગે સેટેલાઇટ પોલીસે ગુનો નોંધીને તપાસ શરૃ કરી છે.
READ ALSO
- કચ્છના રણમાં 7 થી 9 ફેબ્રુઆરી દરમિયાન G-20 પ્રવાસન કાર્યકારી જૂથની પ્રથમ બેઠક યોજાશે
- આ 6 પ્રકારની સમસ્યા આપી શકે છે હાર્ટએટેકને આમંત્રણ, જાણો હાર્ટએટેકથી બચવાના ઉપાય
- હત્યાનો ચોંકાવનારો કેસ / પત્નીએ પ્રેમી સાથે મળી પતિને જીવતો સળગાવી દીધો
- 34 પ્રકારના કેન્સરને નોતરે છે આ ફૂડ આઈટમ, જો તમે પણ ખાતા હોય તો ચેતી જજો
- બનાસકાંઠા / ડિસામાં વધુ એક શૌચાલય કૌભાંડ, 8.76 લાખની ગેરરીતિ આચરી હોવાની ફરિયાદ નોંધાઇ