GSTV

Fraud / ૪૩ વર્ષ પહેલાં શેર ખરીદીને ભૂલી ગયા પિતા, તેનું મૂલ્ય 1,448 કરોડ થઈ ગયું

શેર

Last Updated on September 21, 2021 by Damini Patel

કોચીના 74 વર્ષના રોકાણકારે ચાર દાયકા પહેલા અનલિસ્ટેડ કંપનીમાં રોકાણ કર્યુ હતુ હવે આ કંપની લિસ્ટેડ છે અને તેનું મૂલ્ય 1,448 કરોડ થઈ ગયું છે. પણ આ રોકાણકારે હવે આ શેર તેના હોવાનું સાબિત કરવા સંઘર્ષ કરવો પડી રહ્યો છે. બાબુ જ્યોર્જ વલાવી અને બીજા ચાર સંબંધીઓ કમસેકમ 1,448 કરોડના શેર છે, પરંતુ તે કંપનીની સાથેની લડતમાં અટવાઈ ગયા છે, કારણ કે કંપની આ શેર વેચાઈ ગયા હોવાનું માને છે. 1978માં બાબુ અને તેમના કુટુંબના ચાર સભ્યોએ ઉદયપુર સ્થિત મેવાડ ઓઇલ એન્ડ જનરલ મિલ્સમાં 2.8 ટકા હિસ્સો ખરીદ્યો હતો. તે સમયે કંપની અનલિસ્ટેડ હતી. વર્ષો વીતવાની સાથે કંપનીના પ્રમોટરો બદલાયા અને તેનું નામ પીઆઇ ઇન્ડસ્ટ્રીઝ થયું.

આ કંપની હવે શેરબજારમાં લિસ્ટેડ જ નથી પણ ઘણી સારી કામગીરી બજાવી રહી છે અને તેનું બજારમૂલ્ય 50,000 કરોડ થઈ ગયું છે. કંપનીની વૃદ્ધિની સાથે બાબુના રોકાણમાં પણ નોંધપાત્ર વૃદ્ધિ થઇ છે.

બાબુ પાસે કંપનીનો 2.8 ટકા હિસ્સો

આજે તે કંપનીના શેરનો ભાવ ત્રણ હજાર રુપિયાથી પણ ઉપર છે અને બાબુ પાસે કંપનીનો 2.8 ટકા હિસ્સો છે તે મુજબ તેની પાસે કંપનીના 42 લાખ શેરો છે. બાબુ જ્યોર્જ વલાવી મેવાડ ઓઇલ એન્ડ જનરલ મિલ્સ (હવે પીઆઇ ઇન્ડસ્ટ્રીઝ) સાથે 1970 અને 1980ના દાયકામાં વિતરક તરીકે સંકળાયો હતો. તે દાયકા સુધી કેરળમાં તેનો એકમાત્ર વિતરક રહ્યો હતો. બાબુનો ભાઈ જ્યોર્જ જી વલાવી અને શિપિંગ બિઝનેસમાં મોટું નામ હતો. તે અને પીઆઇ ઇન્ડસ્ટ્રીઝના સ્થાપક એકબીજાને જાણતા હતા અને મિત્રો બની ગયા હતા. આ જોડાણના લીધે બાબુ જ્યોર્જ વલાવી દક્ષિણ ભારતમાં કંપનીનો વિતરક બની ગયો હતો.

બાબુએ આ સમયગાળા દરમિયાન કંપનીના શેર ખરીદ્યા હતા અને તેને સલામતીપૂર્વક સાચવી રાખ્યા હતા. તેનું કારણ એ હતું કે તે સમયે કંપની લિસ્ટેડ ન હતી. તેથી તેના શેરમાં ટ્રેડિંગ થતું ન હતું. તે પછી તો બાબુ આ રોકાણ અંગે ભૂલી ગયો હતો.

કંપનીએ ડુપ્લીકેટ શેર વેચી માર્યા

share-market

૨૦૧૫માં તેના પુત્રએ શોધી કાઢ્યું કે પીઆઇ ઇન્ડસ્ટ્રીઝ લિસ્ટેડ કંપની છે અને તેણે કંપની રજિસ્ટ્રારનો ડીમેટ એકાઉન્ટમાં ફિઝિકલ શેરો ટ્રાન્સફર કરાવવા સંપર્ક કર્યો. કાર્વી કન્સલ્ટન્ટ્સ કંપનીની રજિસ્ટ્રાર છે. કાર્વીએ બાબુના પુત્રને કંપનીનો સંપર્ક સાધવા જણાવ્યું હતું. કંપનીએ જણાવ્યું હતું કે 1989માં આ શેર બીજી વ્યક્તિને ટ્રાન્સફર કરી દેવાયા હતા. તેમણે જણાવ્યું હતું કે ઓરિજિનલ શેર સર્ટિફિકેટ તો તેમની કસ્ટડીમાં હતા તો પછી શેર ટ્રાન્સફર કઈ રીતે થયા. કંપની સેક્રેટરીએ જણાવ્યું હતું કે તેઓએ 1989માં ડુપ્લિકેટ શેર જારી કર્યા હતા અને સપ્ટેમ્બર 1989માં બીજી વ્યક્તિઓને ટ્રાન્સફર કર્યા હતા.

બાબુએ જણાવ્યું હતું કે કંપની શેર ટ્રાન્સફર કરવા દરમ્યાન કંપનીઝ એક્ટ મુજબના પ્રોટોકોલને અનુસરી ન હતી. અમે કંપનીને કોઈ દસ્તાવેજો આપ્યા નથી અને ડુપ્લિકેટ શેર જારી કરવા જણાવ્યું નથી તો પછી આ શેર ટ્રાન્સફર થયા કઈ રીતે. 2015માં દાવો કરવાની સાથે પીઆઇના મેનેજિંગ ડિરેક્ટર રજનીશ શર્મા અને ભૂતપૂર્વ જનરલ મેનેજર બાબુને કોચીમાં મળ્યા હતા.

બાબુએ જણાવ્યું હતું કે ટોચના અધિકારીઓએ ખાતરી કરી હતી ક શેર સર્ટિફિકેટ સાચા છે. તેઓ આ વાતની ચર્ચા ચેરમેન સાથે કરશે. જો કે તેના પછી કંપનીએ કોઈ પગલાં ન લીધા. સંપર્ક કરવાનો આવ્યો ત્યારે ચેરમેન પણ આ અંગેનો જવાબ ટાળતા જોવા મળ્યા.

કંપનીનો પ્રતિસાદ ન મળતા અમે સેબીનો સંપર્ક સાધ્યો. સેબીએ નોટિસ મોકલતા પીઆઇ ઇન્ડસ્ટ્રીઝે એમ જ કહ્યું કે અમે સપ્ટેમ્બર 1989માં શેર ટ્રાન્સફર કરી દીધા છે. બાબુને શંકા છે કે કંપનીના કેટલાક વરિષ્ઠ અધિકારીઓએ ટોપ મેનેજમેન્ટની જાણ બહાર આ રીતે શેરો ટ્રાન્સફર કર્યા છે. સેબીએ હજી સુધી તપાસ બંધ કરી ન હોવાથી તેમને આશા છે.

Read Also

Related posts

ટેક્નોલોજિકલ ક્રાંતિ / એમેઝોને શરુ કર્યો નવો પ્રોજેક્ટ, “હું મારૂ પોતાનુ સ્પેસ સ્ટેશન લોન્ચ કરીશ” : જેફ બેઝોસ

Zainul Ansari

ચિંતાનો વિષય / કેમ પડી પૃથ્વીની પરિભ્રમણની ગતિ ધીમી? શું આ બદલાવ છે કોઈ ખતરાનો સંકેત કે પછી…?

Zainul Ansari

અલર્ટ / કોરોના વાઈરસના AY.4.2 વેરિએન્ટને લઇ ભારત સતર્ક, આરોગ્ય મંત્રીએ કહ્યું- ચાલી રહી છે તપાસ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!