GSTV

સરકારી બેંકોને ચૂનો લગાડવાના અધધધ કેસ નોંધાયા, છેતરપીંડીના સૌથી વધુ કેસ SBIમાં

માહિતીના અધિકાર દ્વારા પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો, ચાલુ નાણાકીય વર્ષના પહેલા નવ મહિનામાં એપ્રિલ-ડિસેમ્બર, 2019માં 18 સરકારી બેંકોમાં કુલ 1.17 લાખ કરોડની છેતરપીંડીના 8,926 કેસ નોંધાયા છે. એક આરટીઆઈ કાર્યકર્તાએ માગેલા જવાબમાં રિઝર્વ બેંકે આ વિગતો આપી હતી.

SBIમાં છેતરપીંડીના સૌથી વધુ કેસ

RTIમાં પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો, ચાલુ નાણાકીય વર્ષમાં શરૂઆતના નવ મહિનામાં દેશની સૌથી મોટી વાણિજ્યિક બેંક ભારતીય સ્ટેટ બેંકમાં છેતરપીંડીના સૌથી વધુ કેસ નોંધાયેલા છે. એસબીઆઈમાં 30,300.01 કરોડ રૂપિયાના બેંકીંગ છેતરપીંડીમાં 4,769 કેસ નોંધાયા છે. આ રકમ બેંકમાં છેતરપીંડીના કુલ રકમ 1,17,463.73 કોરડ રૂપિયાના 26 ટકા છે.

ભારતીય સ્ટેટ બેંક30,300.01 કરોડ4769 કેસ
પંજાબ નેશનલ બેંક14,928.62 કરોડ294 કેસ
બેંક ઓફ બરોડા11,166.16 કરોડ250 કેસ
અલ્હાબાદ બેંક6,781.57 કરોડ860 કેસ
બેંક ઓફ ઈન્ડિયા6,626.12 કરોડ161 કેસ
યૂનિયન બેંક ઓફ ઈન્ડિયા5,604.55 કરોડ292 કેસ
ઈન્ડિયન ઓવરસીઝ બેંક5,556.64 કરોડ151 કેસ
ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ4,899.27 કરોડ282 કેસ

પંજાબ નેશનલ બેંક દ્વારા એપ્રિલથી ડિસેમ્બરમાં બેંકીંગ છેતરપીંડીના કુલ 294 કેસ આવ્યા છે, જેમાં 14,928.62 કરોડ રૂપિયા અટવાયેલા છે. આ સમયે બેંક ઓફ બરોડામાં કુલ 11,928.62 કરોડ રૂપિયાના 250 કેસ સામે આવ્યા છે.અલ્હાબાદ બેંકમાં 6,781.57 કરોડ રૂપિયાની છેતરપીંડીના 860 કેસ, બેંક ઓફ ઈન્ડિયામાં 6,626.12 કરોડ રૂપિયાની છેતરપીંડીના 161 કેસ, યુનિયન બેંક ઓફ ઈન્ડિયામાં 5,604.55 કરોડ રૂપિયાની છેતરપીંડીના 292 કેસ, ઈન્ડિયન ઓવરસીઝ બેંકમાં 5,556.64 કરોડ રૂપિયાના 151 કેસ અને ઓરિયંટલ બેંક ઓફ કોમર્સમાં 4,899.27 કરોડ રૂપિયાના છેતરપીંડીના 282 કેસ સામેલ છે.

ગ્રાહકોને કેટલું નુકસાન થયું તેની કોઈ વિગતો આપી નથી

કેનરા બેંક, યુકો બેંક, સિંડિકેટ બેંક, કોર્પોરેશન બેંક, બેંક ઓફ મહારાષ્ટ્ર, સેટ્રલ બેંક ઓફ ઈંડિયા, આંધ્રા બેંક, યુનાઈટેડ બેંક ઓફ ઈન્ડિયા, ઈંડિયન બેંક અને પંજાબ અને સિંઘ બેંકમાં 1,867 કેસ સામે આવ્યા છે. જેમાં કુલ 31,600.76 કરોડ રૂપિયાની રકમ નોંધાઈ છે. આરબીઆઈ તરફથી આપેલી આ વિગતોમાં છેતરપીંડીના કેસની છે, તેનાથી ગ્રાહકોને કેટલું નુકસાન થયું તેની કોઈ વિગતો આપવામાં આવી નથી.

READ ALSO

Related posts

મિત્રની યાદમાં 18 જેટલા સેવાભાવી યુવાનો 7 વર્ષથી ફ્રીમાં આપી રહ્યા છે કૃત્રિમ ઓક્સિજનની સેવા

Nilesh Jethva

ગિલગિત-બાલ્ટિસ્તાનમાં પાકિસ્તાન કરાવી રહ્યું છે ચૂંટણી, ભારતે કર્યો વિરોધ

Mansi Patel

પરેશ ધાનાણી અને પ્રભારી રાજીવ સાતવ ભરતસિંહ સોલંકીને મળવા પહોંચ્યા હોસ્પિટલ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!