GSTV

સાવધાન ! KYC ના નામ પર થઇ શકે છે તમારી સાથે છેતરપિંડી, આરબીઆઇએ આપી સલાહ

KYC

Last Updated on September 15, 2021 by Zainul Ansari

હાલ તાજેતરના સમયમાં KYC બાબતે છેતરપિંડીના અનેક પ્રકારના કિસ્સાઓ બન્યા છે. આ છેતરપિંડીની ઘટનાઓને કારણે લોકોએ ઘણીવાર મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડે છે. આ ઘટનાઓ આરબીઆઇના ધ્યાનમાં આવતા તેમણે ગ્રાહકોનું ધ્યાન દોરવા માટે અમુક સૂચનો આપ્યા છે. આરબીઆઈએ ટ્વિટર પર એક અગત્યનો પત્ર બહાર પાડ્યો હતો આ પત્રમાં કેવાયસીના નામે કરવામા આવતી બનાવટોને અટકાવવા વિશે કહેવામાં આવ્યું હતું.

આરબીઆઈએ ગ્રાહકોને KYC ના નામ પર થતી છેતરપિંડીને લઈને સાવચેત રહેવા માટે કહ્યું છે. આરબીઆઈએ જણાવ્યું કે, અમને KYC દસ્તાવેજો અપડેટ કરવાના નામે બનાવટીની ફરિયાદો સતત મળી રહી છે. ઘણા ગ્રાહકો આ છેતરપિંડીનો ભોગ બન્યા છે અમે લોકોને સલાહ આપીએ છીએ કે તેઓ વ્યક્તિગત માહિતી, લોગિન વિગતો, KYC દસ્તાવેજોની ફોટોકોપી, ડેબિટ કાર્ડની માહિતી, પિન નંબર, પાસવર્ડ અથવા ઓટીપી તેમના બેંક ખાતા સાથે સંકળાયેલી કોઈપણ અજાણી વ્યક્તિ અથવા એજન્સીઓ સાથે શેર ન કરે.”

kyc

બેન્કનો તુરંત કરો સંપર્ક :

આરબીઆઈએ પોતાની સલાહમાં લોકોને જણાવ્યું હતું કે, “આ ઉપરાંત, કોઈ અજાણી વેબસાઇટ અથવા એપ્લિકેશન દ્વારા તમારા એકાઉન્ટ સાથે સંકળાયેલી કોઈપણ માહિતી શેર ન કરો. જો કોઈપણ તમારી પાસેથી બેન્ક સાથે સંકળાયેલ અંગત માહિતી માંગે તો તરત જ બેંકની નજીકની શાખાનો સંપર્ક કરવો જોઈએ.”

આ રીતે કરવામાં આવે છે છેતરપિંડી :

આરબીઆઈએ ગ્રાહકોને KYCના નામ પર છેતરપિંડી કરનારાઓની કામગીરીની રીત વિશે પણ માહિતી મેળવી છે. આરબીઆઈના જણાવ્યા મુજબ આવા છેતરપિંડીના કિસ્સાઓમાં ગ્રાહકોને કોલ, એસએમએસ અને ઇ-મેઇલ દ્વારા તેમના ખાતા સંબંધિત માહિતી માંગવામાં આવે છે.

આ લોકો કેટલીક વાર ગ્રાહકોને KYC દસ્તાવેજોઅપડેટ કરવાના નામે અજ્ઞાત એપ્લિકેશનો ઇન્સ્ટોલ કરવાનું કહે છે. ત્યારબાદ ગ્રાહકોને તેમનું એકાઉન્ટ ફ્રીઝ, બ્લોક અથવા બંધ કરવાની ધમકી આપે છે. એકવાર ગ્રાહકો આ છેતરપિંડી કરનારાઓ સાથે તેમની માહિતી શેર કરે છે તો તે તેમના ખાતામાંથી પૈસા ઉપાડીને છુમંતર છે.

KYC

આરબીઆઈના જણાવ્યા મુજબ “લોકોએ તેમના ખાતા સાથે સંબંધિત માહિતી બેંક શાખાને જ આપવી જોઈએ અને બેંકની વેબસાઇટ પર જઈને જ તેને અપડેટ કરવી જોઈએ. કેટલીક વાર બેંકોની વેબસાઇટ્સ જેવી વેબસાઇટ્સની લિંક્સ પણ તમારી સાથે શેર કરવામાં આવે છે માટે જ્યારે પણ તમે તમારી બેન્કિંગ ડિટેઈલ્સ કોઈ જગ્યાએ ઉમેરો ત્યારે સૌપ્રથમ તેની સુરક્ષા તપાસીને ત્યારબાદ જ આગળ વધવુ.

KYC માટે ક્યારેય પણ નથી માંગવામાં આવતી બેન્ક ખાતાની અંગત માહિતી :

આરબીઆઈ, વીમા નિયમનકાર આઈઆરડીએઆઈ, માર્કેટ રેગ્યુલેટર સેબી અને દેશની તમામ બેન્કો અમુક સમયાંતરે તેમના ગ્રાહકો પાસે KYC ડોક્યુમેન્ટ અપડેટ કરાવે છે. જો કે, તે ક્યારેય પણ વ્યક્તિગત અથવા બેંક ખાતાની માહિતી માંગતા નથી જેમકે, પિન અથવા પાસવર્ડ અથવા કાર્ડની વિગતો. કોઈ અજાણી વ્યક્તિ પોતાને બેંકનો પ્રતિનિધિ કહીને આવી વ્યક્તિગત માહિતી માંગે તો સાવચેત રહેવું અને ક્યારેય પણ અંગત માહિતી શેર ના કરવી જોઈએ.

Read Also

Related posts

ખેડૂત આંદોલનને એક વર્ષ પૂરૂં, ટિકૈતે કહ્યું- ટેકાના ભાવને કાયદેસર માન્યતા નહીં મળે ત્યાં સુધી ઘર વાપસી નહીં

Damini Patel

BJP-AIMIM ભાઈ ભાઈ/ અમદાવાદના મેયરે ઔવેસીના પાર્ટીના કોર્પોરેટર સાથે રાઉન્ડ લેતા કોંગ્રેસ ધૂંઆપુઆ થઈ

Pravin Makwana

દુર્ઘટના/ કોલસાની ખાણમાં સર્જાયેલ દુર્ઘટનામાં 52 લોકોનાં ગુંગળાઇ જવાથી મોત, ત્રણ જવાનોનો પણ ભોગ બન્યા

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!