હાલ દેશના મોટાભાગના લોકો પાસે પોતાનું આધાર કાર્ડ અને આધાર નંબર છે. આધારકાર્ડ એ હાલ ફક્ત વ્યક્તિની ઓળખ બતાવતુ સામાન્ય ઓળખપત્ર નથી પરંતુ, બેંકિંગ અને અન્ય સરકારી લાભો મેળવવા માટે તે એક આવશ્યક દસ્તાવેજ પણ છે. આધાર કાર્ડ એ એક અનોખો દસ્તાવેજ છે કારણકે, તેમા એક વ્યક્તિની તમામ અંગત માહિતી દર્શાવવામા આવેલી હોય છે. જોકે, યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાનો એવો દાવો છે કે, તેનો ડેટાબેઝ સંપૂર્ણપણે સુરક્ષિત છે પરંતુ, તેમછતાં તમારે આ અમુક સાવચેતીઓનું પાલન કરવું જોઈએ, જેથી તમારી અંગત માહિતી સુરક્ષિત રહે તો ચાલો જાણીએ.

આધાર માટેની સુરક્ષા ટિપ્સ :
અજાણ્યા વ્યક્તિ સાથે તમારો આધાર નંબર ક્યારેય શેર ન કરો. આ સિવાય તમારો વન ટાઇમ પાસવર્ડ એટલે કે ઓટીપી ક્યારેય કોઈ વ્યક્તિ અથવા એજન્સી સાથે શેર ન કરો. યુઆઈડીએઆઈના કોઈ પ્રતિનિધિ કોલ દ્વારા ક્યારેય પણ તમારો ઓટીપી માંગતો નથી. તેથી, ઓટીપી કોઈની સાથે શેર ન કરો.
યુઆઈડીએઆઈ ડિજિટલ આધાર કાર્ડને પણ માન્યતા આપે છે. તેથી આધારકાર્ડ ને પ્રિન્ટ કરવાની જગ્યાએ તમે તેની ડિજિટલ કોપી તમારા મોબાઇલ અથવા લેપટોપમાં સેવ કરી શકો છો. જો તમે તેને કોઈ પબ્લિક જગ્યાએથી ડાઉનલોડ કરી રહ્યા છો તો તેની લોકલ કોપીને ડિલીટ કરવાનું ભૂલશો નહીં. વેરિફિકેશન અને અન્ય સુવિધાઓ માટે તમારો મોબાઇલ નંબર રજિસ્ટર કરો. જો તમે હજી સુધી તમારો નંબર રજીસ્ટર કરાવ્યો નથી તો તમારા નજીકના બેઝ સેન્ટરમાં જાઓ અને તેને અપડેટ કરો.

દસ્તાવેજો રજૂ કરવાના સમયે તેના હેતુનો ઉલ્લેખ કરો. દાખલા તરીકે, જો તમે બેંક ખાતું ખોલવા માટે આધારકાર્ડની ફોટોકોપી આપી રહ્યા છો તો તમે તેના પર ‘Identity proof for account opening only at Bank’ લખી શકો છો. યુઆઈડીએઆઈની સત્તાવાર વેબસાઇટ પર જઈને તમે તમારા આધાર કાર્ડની હિસ્ટ્રીને પણ સરળતાથી ટ્રેક કરી શકો છો. આ પરથી તમે જાણી શકશો કે, તમારા યુનિક આઇડેન્ટીફિકેશન કોડનો ક્યા-ક્યા ઉપયોગ થયો છે?
યુઆઈડીએઆઈની સત્તાવાર વેબસાઇટ પર જઈને તમે એ પણ ચકાસી શકો છો કે તેમાં આધાર બાયોમેટ્રિક લોક અથવા અનલોક સિસ્ટમ છે કે નહીં. તે તમારા આધાર ડેટાની ગોપનીયતાનું રક્ષણ કરે છે. યુઆઈડીએઆઈ દ્વારા અધિકૃત એજન્સીઓની મુલાકાત દ્વારા જ તમારી આધાર વિગતો અપડેટ કરો. તમારો આધાર નંબર ક્યારેય સોશિયલ મીડિયા પર શેર ન કરો.
Read Also
- પશ્ચિમ બંગાળના રાજ્યપાલને દિલ્હી કેમ બોલાવવામાં આવ્યા? ભાજપને પસંદ ન આવી મમતા સાથેની નિકટતા
- ખેડૂતના ઠંડીથી મોત / ‘આપ’ના પ્રમુખ ઇસુદાને સૂર્યોદય યોજનાને લઈને સરકાર પર પ્રહાર, ભાજપે આ યોજના થકી ખેડૂતોને ભરમાવ્યા
- તમારે શોર્ટકટ કેમ ન અપનાવવો જોઈએ, તેના ગેરફાયદા શું છે? વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું…
- કાતિલ ઠંડીમાં જીવ ગુમાવ્યો / અરવલ્લીમાં રાત્રે ખેતરમાં પાણી વાળ્યા બાદ ખેડૂતનું મોત નિપજ્યું, ખેડૂતોમા તંત્ર સામે રોષની લાગણી ફેલાઇ
- ત્રિપુરા વિધાનસભા ચૂંટણી, ભારતીય જનતા પાર્ટીએ 48 ઉમેદવારોનું લિસ્ટ જાહેર કર્યું, મુખ્યમંત્રી માણિક સાહા આ બેઠક પરથી લડશે ચૂંટણીઃ જાણી લો આખું લીસ્ટ