GSTV

સાવધાનઃ ગ્રાહકોને લુંટવાની હેકર્સે અપનાવી નવી રીત, આ રીતે કરવામાં આવે છે છેતરપિંડી

કોઈપણ ફ્રોડથી બચવા માટે બેન્ક પોતાના ગ્રાહકોને સમય-સમય પર સલાહ આપતા રહે છે. બેન્ક ગ્રાહકોને ઘણી વખત સલાહ પણ આપવામાં આવે છે કે, તે પોતાના ડેબિટ/ક્રેડિટનો પિન નંબર અથવા OTP કોઈની સાથે પણ શેર કરે નહી. ભારતીય રિઝર્વ બેન્ક (RBI)ના કડક નિયમો છતા બેન્કમાં દગાખોરી થઈ રહી છે. છેતરપિંડી કરનાર સામાન્ય લોકોને ખતરો પણ રહે છે. દેશમાં ટેકનીક વધવાની સાથે ઓનલાઈન દગાખોરી તેજીથી વધી રહી છે. અવાર-નવાર સઈબર ક્રાઈમની ઘટનાઓ સામે આવી રહી છે. જેમાં લોકોના ખાતામાંથી લાખો રૂપિયા ઉડાવી લેવામાં આવે છે.

OTP વગર થઈ રહ્યો છે આર્થિક અપરાધ

હવે દગાખોરી માટે વધુ એક રીત કાઢવામાં આવી છે. જેમાં દગાખોર OTP વગર જ આર્થિક અપરાધને અંજામ આપી રહ્યા છે. તે માટે તે લોકોની મદદ કરવાના બહાનાથી કોઈપણ રીતે એપ ડાઉનલોડ કરાવે છે અને તે થકી જ બધી જાણકારી ચોરીને દગાખોરીને અંજામ આપે છે.

એપ થકી થઈ રહી છે દગાખોરી

ગૂગલ પ્લેસ્ટોર પર હાજર એપ થકી છેતરપિંડી કરવામાં આવી રહી છે. એપ થકી પહેલા કરજની પેશકશ કરવામાં આવે છે અને બાદમાં એપ્લીકેશન ફી માટે 100 થી 400 રૂપિયા સુધીની રકમ માગવામાં આવે છે. ત્યારબાદ યુઝર્સને અન્ય એપ પર મોકલી દેવામાં આવે છે. ત્યારબાદ શુલ્કના રૂપમાં હજારો રૂપિયા ખર્ચ થઈ જાય છે, પરંતુ કરજ મળતુ નથી. અત્યાર સુધી આવા ગોટાળા લાખો લોકોની સાથે થઈ ચૂક્યા છે. જેમાંથી લગભગ 15 કરોડ રૂપિયા લૂટી લેવામાં આવ્યા છે.

આ વાતોનું રાખો ધ્યાન

જોકે, અસલી અને નકલી એપમાં અંતર કરવુ સરળ હોય છે. તે માટે તમારે નીચેનું વાતોનું ધ્યાન રાખવુ જોઈએ.

  • કોઈપણ અસલી એપ અગ્રિમ શુલ્ક માગે છે. મહત્તમ નાણાકિય કંપનીઓ અથવા કર્જદાતાઓ દ્વારા કરજની રકમથી જ પ્રોસેસિંગ ફી વગેરે કાપી લેવામાં આવે છે.
  • લોન એપ્લીકેશન પહેલા જોઈ લો કે, કર્જદાતાનું કોઈ એડ્રેસ ઉપલબ્ધ છે કે નહી. જો આવુ નથી તો સંભવ છે કે, તે તમારા પૈસા લઈને ભાગી જશે.
  • તમારે હંમેશા બેન્કના અધિકૃત મોબાઈલ એપનો જ વપરાશ કરવો જોઈએ.

READ ALSO

Related posts

પાકિસ્તાનને સાઉદી અરેબીયાએ આપ્યો મોટો ઝટકો, ગિલગીટ-બાલ્ટિસ્તાન અને POK ને નકશામાંથી હટાવ્યા

Karan

ગિરનારા રોપ-વેના ભાવનો પ્રચંડ વિરોધ થતાં ભાડામાં કર્યો મામૂલી ઘટાડો, જાણો હવે કેટલા ચૂકવવા પડશે

Pravin Makwana

કામના સમાચાર/ ટ્રેનની કન્ફર્મ ટિકિટ પર બદલી શકો છે પેસેન્જરનું નામ, જરૂરિયાત પ્રમાણે આ રીતે ચેન્જ કરો ડિટેલ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!