GSTV

આ બેટ્સમેને 6 બોલમાં 34 રન સાથે ડેબ્યુ મેચમાં ઠોકી દીધી હતી સદી, પછી ક્યારેય પાર નથી કરી શક્યો 29 રનનો આંકડો

Last Updated on July 31, 2021 by Harshad Patel

પ્રતિભા અને ક્ષમતા તેના સ્થાને અને નસીબનો ખેલ પોતાની જગ્યાએ. આ ક્રિકેટરની જિંદગીથી વધારે સારું અન્ય બીજું ક્યું ઉદાહરણ શું આપી શકાય? આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં શું કરી હતી ધમાકેદાર એન્ટ્રી. તેણે ડેબ્યૂ મેચમાં જ જબરદસ્ત સદી ફટકારીને સમગ્ર વિશ્વમાં પોતાના આગમનની જાહેરાત કરી હતી. એક મેચમાં એક ઓવરમાં 34 રન ઝૂડીને બોલરોમાં ખોફ ઊભો કરી દીધો હતો. હા, આક્રમક બેટિંગનું આવું પ્રદર્શન ભાગ્યે જ જોવા મળે છે. પરંતુ નસીબનો ખેલ તો જુઓ. જે ખેલાડીએ તેની પ્રથમ મેચમાં જ મજબૂત સદી ફટકારી હતી તે ખેલાડીએ તેની સમગ્ર કારકિર્દીમાં ફરી ક્યારેય 29 રનનો આંકડો પાર કર્યો નથી. આ બેટ્સમેને આ દિવસે એટલે કે 31 મી જુલાઈએ જ સદી સાથે ક્રિકેટ કેરિયરની શરૂઆત કરી હતી.

ફ્રેંક હેજે બીજી ઈનિંગમાં અણનમ 106 રન બનાવ્યા હતા

અમે વાત કરી રહ્યા છીએ ઈંગ્લેન્ડના બેટ્સમેન ફ્રેન્ક હેજની. (Frank Hayes) હેજ એ 1973 માં ઓવલ ખાતે વેસ્ટ ઈન્ડિઝ સામે આ જ દિવસે ટેસ્ટ ડેબ્યૂ સદી ફટકારી હતી. આ મેચમાં વેસ્ટ ઇન્ડીઝે પ્રથમ દાવ લેતાં 415 રન બનાવ્યા હતા. તો જવાબમાં ઇંગ્લેન્ડની ટીમનો દાવ 257 રનમાં સમેટાઇ ગયો હતો. બીજા દાવમાં મહેમાની ટીમે 255 રન બનાવ્યા બાદ ઇંગ્લેન્ડને જીતવા માટે 414 રનનો મુશ્કેલ લક્ષ્યાંક મળ્યો હતો. પરંતુ વેસ્ટ ઈન્ડિઝના બીજા દાવની જેમ ઈંગ્લેન્ડનો બીજો દાવ પણ 255 રનમાં સમેટાઈ ગયો. આવી સ્થિતિમાં ઇંગ્લેન્ડને 158 રને હાર મળી હતી. જોકે, આ મેચ દ્વારા ટેસ્ટ ક્રિકેટમાં પહેલો પગ રાખનાર ફ્રેંક હેજે બીજી ઈનિંગમાં અણનમ 106 રન બનાવ્યા હતા.

ફ્રેંક હેજે વર્ષ 1977માં રમાયેલી એક મેચમાં એક ઓવરમાં 34 રન ઝૂડી નાંખ્યા

ઈંગ્લેન્ડના બેસ્ટમેન ફ્રેંક હેજે વર્ષ 1977માં રમાયેલી એક મેચમાં એક ઓવરમાં 34 રન ઝૂડી નાંખ્યા હતા. આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કરનાર ફ્રેક ઓકહોમ સ્કૂલમાં ટીચર બની ગયો. અને બાળકોને ગણિત અને ફિઝિક્સ ભણાવવાનું શરૂ કરી દીધું. ફ્રેંકે ઈંગ્લેન્ડ માટે 9 ટેસ્ટ મેચ રહી. જેમાં તેણે 15.25 ની એવરેજથી 244 રન બનાવ્યા. ડેબ્યુ મેચમાં અણનમ 106 રન બનાવ્યા પછી તે પોતાની કેરિયરમાં 29 રન થી વધુ ક્યારેય બનાવ્યા નથી. તેણે ઈંગ્લેન્ડ માટે 6 વન ડે મેચ રમી છે. તેમાં તેણે 25.60 ની એવરેજથી 128 રન બનાવ્યા છે. એમાં એક અર્ધ શદી સાથે સૌથી વધુ 52 રનનું ઉચ્ચતમ યોગદાન આપ્યું હતું. તે જ સમયે, તેણે 272 ફર્સ્ટ ક્લાસ મેચમાં 35.86 ની સરેરાશ અને 23 સદી સાથે 13018 રન બનાવ્યા. 232 લિસ્ટ A મેચમાં 25.97 ની સરેરાશથી 4857 રન બનાવ્યા હતા. તેમાં એક સદી સામેલ હતી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

New Labour Code / ગ્રેચ્યુઈટી માટે હવે નહિ જોવી પડે પાંચ વર્ષ સુધી રાહ, નિયમોમાં થઇ શકે છે મોટા ફેરફાર

Zainul Ansari

કોંગ્રેસ પર રાજનાથ સિંહના પ્રહાર, કહ્યું: જો સાવધાની રાખી હોત તો કરતારપુર સાહિબ પાકિસ્તાનમાં નહીં ભારતમાં હોત

Pritesh Mehta

E-Auction / PM નરેન્દ્ર મોદીના ચાહકો માટે મોટા સમાચાર, વડાપ્રધાનને મળેલી ભેટ ખરીદવાની સોનેરી તક

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!