GSTV
World

Cases
2917741
Active
2231523
Recoverd
346227
Death
INDIA

Cases
80722
Active
60491
Recoverd
4167
Death

વિશ્વના આ દેશે અન્ય દેશોમાંથી આવતા ઈમામો પર લગાવ્યો પ્રતિબંધ

જર્મનીમાં મુસ્લિમોને લઈ વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. ત્યારે હવે ફ્રાન્સે પણ પોતાના દેશમાં વિદેશી ઈમામોને પ્રવેશવા દેશે નહીં. ફ્રાન્સની સરકારે આવો નિર્ણય એટલા માટે લીધો છે કે, જેથી દેશમાં આતંકી પ્રવૃતિઓ પર રોક લગાવી શકાય. આ નિર્ણય પર રાષ્ટ્રપતિ ઈમૈનુએલ મૈક્રોએ મોહર લગાવી છે.

દર વર્ષે 300 ઈમામ ફ્રાન્સમાં આવે છે

રાષ્ટ્રપતિ ઈમૈનુએલ મૈક્રોએ એક પ્રેસ કોન્ફરન્સ કરી જણાવ્યું હતું કે, અમે 2020 બાદ પોતાના દેશમાં અન્ય કોઈ પણ દેશમાંથી આવતા મુસ્લિમ ઈમામો પર પ્રતિબંધ લગાવીએ છીએ. ફ્રાન્સમાં દર વર્ષે લગભગ 300 ઈમામ દુનિયાભરમાંથી આવે છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, આ પ્રકારના નિર્ણયથી દેશમાં આતંકી પ્રવૃતિઓ પર રોક લાગશે. ફ્રાન્સમાં મોટા ભાગે ઈમામ અલ્જિરીયા, મોરક્કો અને તુર્કીમાંથી આવે છે. તેઓ ત્યાં જઈ મદરેસામાં ભણે છે.

ફ્રાન્સના કાયદાનું પાલન કરો

રાષ્ટ્રપતિએ જણાવ્યું છે કે, ફ્રાન્સમાં જેટલા પણ ઈમામો છે તે, ફ્રેન્ચ શીખે અને સાથે જ કટ્ટરપંથી ભાવનાઓ ભડકાવે નહીં. કોઈ પણ પ્રકારની આતંકી પ્રવૃતિઓમાં સામેલ ન થાય. ફ્રાન્સમાં કાયદાની રક્ષા કરે. રાષ્ટ્રપતિએ વધુમાં જણાવ્યું હતું કે, જરૂરી નથી કે, તમામ આતંકી મુસ્લિમ જ હોય, પણ મોટા ભાગના આતંકીઓ મુસ્લિમ જ હોય છે. એટલા માટે અમે આવુ પગલુ ભર્યું છે. મારી તમામ ધર્મોને અપીલ છે કે, તમે ફ્રાન્સની રક્ષા કરો. આ દેશના કાયદાનું પાલન કરો.

READ ALSO

Related posts

ગાંધીનગર ખાતે કોરોનાના દર્દીઓની સારવાર માટે ડોક્ટર, પેરામેડિકલની ભરતી પ્રક્રિયામાં માત્ર 20 ટકા લોકોએ દર્શાવી તૈયારી

Nilesh Jethva

અમદાવાદ : કપડાં ધોવા બનાવ્યું ખાસ પ્રકારનું મશીન, કોરોના સામે લડવા છે ઘણુ ઉપયોગી

Nilesh Jethva

ગુજરાતમાં કોરોના મહામારી વચ્ચે ત્રણ આઇપીએસ અધિકારીની ટ્રાન્સફર , જાણો કોની ક્યા કરાઈ બદલી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!