ફ્રાન્સની રેફરી સ્ટેફનીએ કતારમાં રમાઈ રહેલા ફિફા વિશ્વકપમાં રેફરીની ભૂમિકા અદા કરી ઇતિહાસ બનાવ્યો છે. પુરુષોના વિશ્વકપમાં મહિલા રેફરીની ફરજ બજાવનારી પ્રથમ મહિલા અધિકારી બની. તેણે મેક્સિકો અને પોલેન્ડ વચ્ચેની ગ્રુપ સી મેચમાં ચોથા અધિકારી તરીકે કાર્ય કર્યું હતું.

પુરુષોના ફિફા વર્લ્ડ કપમાં પ્રથમ વખત ત્રણ મહિલા રેફરીનો સમાવેશ કરવામાં આવ્યો હતો. અન્ય બે રવાંડાની સલીમા મુકાનસાંગા અને જાપાનની યામાશિતા છે. કતારમાં 2022 ફિફા વર્લ્ડ કપ માટે કુલ 36 રેફરીની પસંદગી કરવામાં આવી છે. જેમાં ત્રણ મહિલા રેફરીનો સમાવેશ થાય છે. આ સિવાય 69 આસિસ્ટન્ટ રેફરીની પણ પસંદગી કરવામાં આવી છે, જેમાં બ્રાઝિલની નુજા બાક, મેક્સિકોની કેરેન ડિયાઝ મેડિના અને અમેરિકન કેથરીન નેસ્બિતાનો સમાવેશ થાય છે.
38 વર્ષીય સ્ટેફની 2020 માં, મેન્સ ચેમ્પિયન્સ લીગમાં પ્રથમ મહિલા રેફરી બની હતી. આ મેચ જુવેન્ટસ અને ડાયનેમો કિવ વચ્ચે રમાઈ હતી. આ ઉપરાંત તેણીએ લીગ-1, યુરોપા લીગ, મેન્સ વર્લ્ડ કપ ક્વોલિફાઈંગ પણ સંભાળી છે.
આ અગાઉ પણ વર્લ્ડ કપ ક્વોલિફાઇંગ રાઉન્ડ અને ચેમ્પિયન્સ લીગમાં પુરુષોની મેચોમાં રેફરી રહી ચુકી છે. તેણીએ 2019 મહિલા વર્લ્ડ કપ ફાઇનલમાં પણ રેફરી તરીકે કાર્ય કર્યું હતું. આ વર્ષની મેન્સ ફ્રેન્ચ કપ ફાઇનલમાં ફ્રેપર્ટ રેફરી તરીકે હતા.
મેક્સિકો અને પોલેન્ડ વચ્ચેની મેચમાં બંને ટીમો ગોલ કરી શકી ન હતી અને અંતે મેચ ડ્રો રહી હતી. આ મેચમાં પોલેન્ડનો કેપ્ટન રોબર્ટ લેવાન્ડોસ્કી પેનલ્ટી પર ગોલ કરી શક્યો ન હતો. આ કારણોસર તેની ટીમને એક પોઈન્ટથી સંતોષ માનવો પડ્યો હતો.
READ ALSO
- બજેટ બુધવારે લોકસભામાં રજૂ થાય એ પહેલાં ઉત્તેજનાનો માહોલ છે પણ આવકવેરામાં નહીં મળે મોટી રાહતો
- સુરતની સરકારી કન્યાશાળાની સિદ્ધી / ગુણોત્સવમાં 94 ટકા ગુણાંક સાથે રાજ્યસ્તરે બીજા ક્રમે
- રાજસ્થાનમાં વસુંધરા રાજે-અશોક ગેહલોત બંનેથી નારાજ છે આ સમુદાય, હવે પીએમ નરેન્દ્ર મોદીએ પોતે સંભાળ્યો મોર્ચો
- પાકિસ્તાનની સુપર ક્રિકેટ લીગ બંધ થશે, ડોલર સામે પાકી રૂપિયો ગગડ્યો!
- હવે વંદે ભારત ટ્રેન સાથે નહીં ટકરાય જાનવરઃ રેલવેએ જારી કર્યા આઠ ટેન્ડર, 245 કરોડ રૂપિયા ખર્ચ કરીને થશે આ કામ