GSTV

ઇમૈન્યુઅલ મૈક્રોંના નિવેદનના પડ્યા જોરદાર પડઘા, ફ્રાંસના ચર્ચમાં 3 લોકોની હત્યા એક મહિલાનું ક્રૂરતાપૂર્વક ગળું કપાયું

પેયગંબરનાં કાર્ટુન વિવાદમાં ફ્રાંસમાં ટીચરનું ગળું કાપીને હત્યા કર્યા બાદ હવે તે જ પ્રકારે અન્ય હત્યાની ઘટના પણ બહાર આવી છે, ફ્રાંસનાં એક ચર્ચમાં એક હુમલાખોરે એક મહિલાનું ગળું કાપી દીધું અને અન્ય લોકોનું ચાકુ મારીને ક્રુરતાપુર્વક  હત્યા કરવામાં આવી, આ ઘટના ફ્રાંસનાં નીસ શહેરમાં થઇ છે, શહેરનાં મેયરે આ દર્દનાક ઘટનાનો આતંકવાદી કૃત્ય ગણાવી છે.

ફ્રાંસ

પોલીસે કરી હુમલાખોરની ધરપકડ

મેયરે કહ્યું કે ચાકુથી આ હુમલો શહેરનાં નોટ્રે ડેમ ચર્ચમાં થયો છે, પોલીસે હુમલાખોરની ધરપકડ કરી છે, પોલીસે જણાવ્યું કે ત્રણ લોકો માર્યા ગયા હોવાની પુષ્ટી થઇ ગઇ છે. અન્ય લોકો ઘાયલ થયા છે, એક પોલીસ સુત્રએ કહ્યું કે મહિલાનું ગળું કાપીને હત્યા કરાઇ છે, ફ્રાંસનાં એક નેતાએ પણ આ બાબતની પુષ્ટી કરી છે.

પત્રકારે નજરે નિહાળી સમગ્ર ઘટના

ફ્રાંસનાં આતંકવાદ નિરોધક વિભાગે કહ્યું કે આ હુમલાની તપાસની જવાબદારી તેને સોંપવામાં આવી છે, ઘટના સ્થળે પર હાજર પત્રકારોએ કહ્યું છે કે હથિયારબંધ યુવાનોએ ચર્ચને ઘેરી લીધું છે, ઘટના સ્થળે એમ્બ્યુલન્સ અને ફાયર સર્વિસનાં વાહનો હાજર હતાં, આ હુમલો એવા સમયે થયો છે જ્યારે કેટલાક સમય પહેલા જ ફ્રાંસનાં એક શિક્ષકનું પેયગંબરનું કાર્ટુન બતાવવાનાં કારણે હત્યા કરવામાં આવી હતી.

હત્યા પાછળનો હેતુ સ્પષ્ટ નથી થયો

હાલ તો એ બાબત સ્પષ્ટ થઇ શકી નથી કે ચર્ચમાં ચાકુથી હુમલો કરનારા લોકોનો આ હત્યા કરવા પાછળનો હેતું શું હતો, અથવા તો તેનું પેયગંબરનાં કાર્ટુંન સાથે કોઇ સંબંધ છે, આ પહેલા ફ્રાંસમાં પેયંગબરનાં કાર્ટુંન મુદ્દે ફ્રાંસનાં પ્રમુખ ઇમૈન્યુઅલ મૈક્રોંએ અભિવ્યક્તિની આઝાદી અને ધર્મની મજાક ઉડાવવાનું જોરદાર સમર્થન કર્યું છે, જો કે ત્યાં પછીથી તે મુસ્લિમ દેશોની ટીકાનો શિકાર થઇ ગયા છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

નવા વર્ષની શરૂઆતમાં સોનાના ભાવ ઘટીને થઇ શકે છે રૂપિયા 42000, જાણો સૌથી મોટું કારણ

pratik shah

અમદાવાદને હવે મળશે 400 નવા કોવિડ બેડ, કોરોના દર્દીઓને શહેરમાં જ મળશે સારવાર

Nilesh Jethva

સારા અલી ખાને લંડનના ફેશન ડિઝાઇનર ડ્રેસ પહેર્યો, લોકોને લાગી લાલ છડી મેદાન ખડી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!