મહેસાણામાંથી ધ ઇન્ટરનેશનલ ઇંગ્લિશ લેંગ્વેજ ટેસ્ટીંગ સિસ્ટમમાં એટલે કે IELTS માં 8 બેન્ડ મેળવી 4 યુવકોને અમેરિકા મોકલવાનું કૌભાંડ ઝડપાયું છે. મહેસાણાના માંકણજ, ધામણવા, રામનગર અને સંગણપુરના યુવાનો અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. ધ્રુવ પટેલ, નીલ પટેલ, ઉર્વીશ પટેલ, સાવન પટેલ નામના યુવકો અંગ્રેજી ન આવડતું હોવા છતાં IELTS મા 8 બેન્ડ મેળવવા અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. પહેલા કેનેડા અને કેનેડાથી અમેરિકા નદીમાં થઇને બોટમાં જતા યુવકોને ઝડપી પાડવામાં આવ્યા હતા. આ યુવકોને અમેરિકાની કોર્ટમાં રજૂ કરાતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. જોકે કોર્ટમાં રજૂ કરતા કાર્યવાહીમાં આ યુવકો અંગ્રેજી બોલી શક્યા નહોતા. 8 બેન્ડ વાળા યુવકો અંગ્રેજી ન બોલી શકતા સમગ્ર ભાંડો ફૂટી ગયો હતો. અમેરિકન એમ્બેસીએ મુંબઈ એમ્બેસીને જાણ કરતા મહેસાણા પોલીસને જાણ કરવામાં આવી હતી. મહેસાણા એસપીએ sog પોલીસને તપાસ સોંપી હતી ત્યારબાદ IELTS પરીક્ષા અને એજન્ટોની તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ મામલે મહેસાણાના બે સગાભાઈ જીતેન્દ્ર ઉર્ફે જીગર પટેલ અને ચેતન પટેલ નામના એજન્ટોના નામ ખુલ પૂછપરછ કરવામાં આ હતી. બંને એજન્ટો મહેસાણા સ્થિત જીઆઇડીસીમાં નીલમ સીરામીકની ઓફિસમાં બેસી કામ કરતા હોવાનું બહાર આવ્યું છે. નીલમ સીરામીકના માલિક મહેશ પટેલે બંને એજન્ટોને ઓળખતા ન હોવાનો ખુલાસો કર્યો હતો.
બંને એજન્ટોએ પોલીસને ગેરમાર્ગે દોરી હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ મહેસાણાના યુવાનોને વિદેશ મોકલવાના કેસમાં અમિત ચૌધરી નામના એજન્ટની પુછપરછ કરવામાં આવી હતી. ઠોઠ નિશાળીયા યુવકોને અંગ્રેજી આવડતું ના હોવા છતાં 8 બેન્ડ અપાવવામાં અમિત ચૌધરી મુખ્ય સૂત્રધાર હોવાનું માનવામાં આવે છે. વિદેશ મોકલનાર બે એજન્ટોના ખોટા ઓફિસ એડ્રેસ અને અમિત ચૌધરીને છોડી મુકવાના કારણે IELTS બેન્ડ કૌભાંડનો મામલો વિવાદાસ્પદ બન્યો છે.
READ ALSO
- જો અમીર અને સુખી જીવન ઇચ્છતા હોવ તો પ્રેમાનંદ ગોવિંદ શરણ મહારાજે જણાવેલા આ 2 ઉપાયો અપનાવો જરૂર
- પત્ની નારાજ થઈ ગઈ છે, તો આ પદ્ધતિઓની મદદથી સંબંધોમાં પાછો આવી શકે છે પ્રેમ
- દ. ભારતમાં આગામી પાંચ દિવસમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી : મહારાષ્ટ્ર અને મરાઠાવાડામાં કરાં પડે તેવી શક્યતાઓ
- સુરત/ એથર કંપનીમાં બ્લાસ્ટની ઘટનામાં સાત લોકોના મોત, 5થી વધુ દર્દીઓની હાલત ગંભીર
- સુરત/ એથર કેમિકલ કંપનીમાં 7 ગૂમ થયેલા કામદારોના પરિવારજનો દિવસે રઝળતા રહ્યા ને રાત્રે ભડથૂં મૃતદેહ બહાર કઢાયા