અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના શિલાદ્રી ગામે નદીમાં ડૂબી જવાથી ચાર યુવાનોના મોત થતા સમગ્ર પંથકમાં ઘેરા શોકની લાગણી પ્રસરી છે. ભિલોડા તાલુકાના શિલાદ્રી ગામે બુઢેલી નદીમાં ન્હાવા પડેલા ગામના જ ચાર યુવકોના ડૂબી જવાથી મોત થયા છે. મોડાસા ફાયર અને સ્થાનિકોએ ચારેય યુવકોના મૃતદેહને બહાર કાઢ્યા છે. ભિલોડા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ તેમજ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

એક જ ગામના ચાર ચાર આશાસ્પદ યુવાનોના મોતથી શિલાદ્રી ગામ સહિત સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મૃત્યુ પામેલા આ ચાર યુવાનો 15 થી 20 વર્ષના એટલે કે કુમળી વયના હતા. હાલ ચારેય યુવાનોના મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
આ પણ વાંચો
- ચીનના નેતા જિનપિંગ રશિયાના 3 દિવસના પ્રવાસે, પુતિન-જિનપિંગની મુલાકાત પર વિશ્વની નજર
- મોર્નિંગ ટિપ્સઃ સવારે ઉઠ્યા પછી તરત જ ન કરો આ 3 કામ, જો કર્યું તો તમને મળશે નકારાત્મક પરિણામ
- સુરેન્દ્રનગરમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત! ટ્રેક્ટર અને ટ્રક વચ્ચે થયો ભીષણ અકસ્માત, 15થી વધુ મજૂરો થયા ઈજાગ્રસ્ત
- અબજોપતિ મીડિયા સમ્રાટ રુપર્ટ મડોર્ક 92 વર્ષની વયે કરશે પાંચમાં લગ્ન, 8 મહિના પહેલા જ અભિનેત્રી જેરી હેલને આપ્યા હતાં છૂટાછેડા
- છેલ્લા દસ વર્ષમાં એક પણ ICC ટ્રોફી નથી જીત્યું ભારત : પાકિસ્તાની ખેલાડીએ જણાવ્યું નિષ્ફ્ળતાનું કારણ