GSTV

જમ્મુ-કાશ્મીરના આ ચાર યુવકો આતંકવાદી સંગઠનમાં જોડાય તે પહેલા જ આવ્યા સેનાના હાથમાં…

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ શુક્રવારે એલઓસી ક્રોસ કરીને પાકિસ્તાન જવાનો પ્રયાસ કરનારા ચાર યુવકોને ઝડપી લીધા હતા. આ યુવકો સરહદ પાર જઇને આતંકવાદી સંગઠનમાં જોડાવાના હતા. સ્થાનિક આતંકવાદીઓ દ્વારા તેમને ઉશ્કેરવામાં આવતા તેઓ આતંકવાદી પ્રવૃતિમાં સામેલ થવા માટે એલઓસી પાર જઇ રહ્યા હતા.

જો કે સેનાના જવાનોએ બોનિયારના લિમ્બર વિસ્તારમાંથી ઝડપી લીધા હતા. સેનાએ શનિવારે આ ચારેય યુવાનોને તેમના પરિવારજનોને સોંપી દીધા હતા. સેનાની બારામુલા ખાતેની યુનિટ 79 માઉન્ટ બ્રિગેડના કમાન્ડર ગિરિશ કાલીયાએ સમગ્ર માહિતી આપી હતી. અને જણાવ્યું હતુ કે આ ચારેય યુવકોને તેમના પરિવારજનોને સોંપતા પહેલા યોગ્ય કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતુ.

READ ALSO

Related posts

ખેડૂતોને પાક ધિરાણની મુદત 2 મહિના વધારાઈ, નહીં ભરવું પડે વ્યાજ

pratik shah

સાવધાન! ઘરના આ ભાગોમાં પણ છુપાઈ શકે છે કોરોના વાયરસ, સારી રીતે કરો સફાઈ

Ankita Trada

મેડિકલ ફિલ્ડમાં નિવૃ્ત્ત થતા તમામ કર્મચારીઓનું બે મહિનાનું એક્સટેન્શન, રાજ્ય સરકારનો સૌથી મોટો નિર્ણય

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!