પ્રેમી સાથે ટીવી જોઈ રહી હતી ગર્ભવતી માતા, દીકરાએ ચહેરા પર ગોળી ધરબી દીધી

અમેરિકાના વોશિંગ્ટનમાં હૃદય કંપાવી નાખે તેવી ઘટના સામે આવી છે. અહીં 4 વર્ષના બાળકે ગર્ભવતી માતાના ચહેરા પર ગોળી ધરબી દીધી છે. રવિવારે (3 ફેબ્રુઆરી, 2019) પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે બાળકના ગાદલા નીચેથી બંદૂક મળી, જેણે પોતાની માતાને મારી નાખી હતી. આ મામલે કિંગ કાઉન્ટી શેરિફ ઑફિસના પ્રવક્તા સાર્જન્ટ રયાન અબોટનુ કહેવુ છે કે શનિવારે 27 વર્ષીય મહિલા પોતાના પ્રેમી સાથે બેડ પર બેસીને ટીવી જોઈ રહી હતી ત્યારે ચાર વર્ષના દીકરાએ ગાદલા અને બૉક્સ સ્પ્રિંગ નીચેથી ગન મળી.

સાર્જન્ટ રયાન અબોટ મુજબ, તેણે અજાણતામાં પોતાની માતાના ચહેરા પર ગોળી ધરબી દીધી. ગંભીરરીતે ઘાયલ થયેલી 8 મહિનાની ગર્ભવતી મહિલાને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. બાદમાં સ્થિતિ વધુ ગંભીર થતાં રવિવારે તેમને બીજી હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવી હતી. ઘટના બાદ બાળકના પિતાએ જણાવ્યું કે તેમણે ગન સુરક્ષાની દ્રષ્ટિએ ગાદલા નીચે મૂકી હતી.

તો સાર્જન્ટ અબોટે જણાવ્યું કે બંદૂક ચોરી થવાની સૂચના ન હતી અને તેનુ રજીસ્ટ્રેશન પણ કરાવવામાં આવ્યુ નહતું. જાણવુ જોઈએ કે રાજ્યમાં નવા કાયદા હેઠળ ગન માલિકોને હથિયાર સુરક્ષિત સ્થાને નહી રાખવાને કારણે ગુનાકીય કેસનો સામનો કરવો પડે છે. જોકે, અબોટે સ્પષ્ટ કર્યુ કે નવો કાયદો જુલાઈ સુધી પ્રભાવિત થશે નહીં. પરંતુ જો મામલામાં તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

પ્રવક્તા સાર્જન્ટ અબોટે વધુમાં જણાવ્યું કે આપણે ગનની સાથે રહેતા દરેક લોકોને યાદ અપાવીએ છીએ કે બાળક હથિયારને રમકડાંની જેમ સમજે છે. એટલે તેને લોકઅપમાં રાખવા જોઈએ. તેથી અયોગ્ય રીતે તેનો ઉપયોગ કરી ના થઇ શકે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter