બગદાણા મંદિરની પાસે ચાર મહિલા અને એક પુરુષ બેભાન હાલતમાં મળી આવ્યા

ભાવનગરના જાણીતા યાત્રાધામ બગદાણા મંદિરની પાસે ચાર મહિલા અને એક પુરુષ બેભાન હાલતમાં મળી આવ્યા છે. તેમને કોઈ કેફી પીણું પીવડાવીને બેભાન કરી લૂંટ ચલાવવામાં આવી હોવાનું પ્રાથમિક દ્રષ્ટીએ લાગી રહ્યુ છે. બેભાન થયેલા પાંચેય શખ્સોને 108 એમ્બ્યુલન્સ મારફતે પ્રથમ બગદાણા પ્રાથમિક સારવાર આપ્યા બાદ મહુવા ખસેડવામાં આવ્યા છે.

બજરંગદાસ બાપાના મંદિર સામે આવેલા પાર્કિંગમાં રહેલી જે રિક્ષામાંથી શખ્સો બેભાન મળ્યા હતા. તે રિક્ષા પોલીસે કબજે લઈને તપાસ શરૂ કરી છે.ઉલ્લેખનિય છે કે, થોડા મહિનાઓ અગાઉ ભાવનગરના વરતેજ ખાતે પણ કારમાં આ રીતે જ ચાર શખ્સો બેભાન હાલતમાં મળ્યા હતા. જેમાં એક મહિલાનું મોત નિપજ્યું હતું. ડ્રાઈવરના જણાવ્યા મુજબ તે જ્યારે ભાનમાં આવ્યો ત્યારે તેની પાસેથી ૧૪૦૦ રૂપિયા રોકડા, મોબાઈલ. મહિલાઓના દાગીના સહિતની વસ્તુઓ ગુમ થઈ ગઈ હતી.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter