GSTV
Gujarat Government Advertisement

ઉપયોગી / આ ચાર રીતે ત્વચાને નુકશાન પહોંચાડે છે સ્માર્ટફોન, જાણો બચવા માટેની રીત

Last Updated on June 10, 2021 by Zainul Ansari

આપણા બધા જાણીએ છીએ સ્માર્ટફોન આપણા માટે જેટલો ફાયદાકારક છે, તેના નુકશાન પણ એટલા જ છે. સ્માર્ટફોનનો વધારે પડતો ઉપયોગ આંખ અને મગજ માટે હાનિકારક તો છે જ, સ્કીનને પણ તે નુકસાન પહોંચાડે છે. મહામારીના આ સમયગાળામાં આપણી નિર્ભરતા સ્માર્ટફોન પર વધી ગઈ છે.

લોકો કલાકો સુધી સ્માર્ટફોન પર સમય પસાર કરી રહ્યા છે. જોકે લોકોને ક્યાય જવાનું હોતું નથી, ઓફિસો પણ બંધ છે, ખુલ્લી છે તો વર્ક ફ્રોમ છે, એવામાં ઘરે સ્માર્ટફોન જ સાથી બની ગયો છે. તેનો વધુ પડતો ઉપયોગથી ગળામાં દુ:ખાવો, આંખની સમસ્યા સિવાય અનેક પ્રકારની સ્કીનની સમસ્યાઓ પણ થાય છે. અહીં અમે તમને જણાવી રહ્યા છે કે કેવી રીતે સ્કીનની સમસ્યાઓ વધી રહી છે. સાથે જ આ સમસ્યાથી કેવી રીતે છૂટકારો મેળવવો.

પિંપલ્સ

સ્માર્ટફોનના દરેક ભાગમાં મોટા પ્રમાણમાં કિટાણુઓ હોય છે. આ સૌતી ગંદી વસ્તુ છે. જોકે તમે કાન પર લગાવી ફોન પર વાત કરો છે, તેનાથી જર્મ્સ શરીરના અન્ય ભાગ જેવા સ્કીન, નાક, કાન વગેરે પર આવી જાય છે અને એ ભાગને સંક્રમિત કરી દે છે. સૌથી પહેલા સ્કીન પ્રભાવિત થાય છે, જેનાથી પિંપલ્સની સમસ્યા થાય છે.

નિદાન

સ્માર્ટફોનને દરરોજ એન્ટીબેક્ટેરિયલ વાઇપ્સથી સાફ કરો. જ્યારે પણ ફોન કોઇને આપો, તો તેને તરત સાફ કરી દો.

એલર્જી

ફોનના વધુ પડતા ઉપયોગથી ગાલ પર તેની અસર દેખાય છે. તેનો અર્થ છે કે સ્કીન પર એલર્જી થઇ રહી છે. મોટાભાગે ફોનના કેસમાં ક્રોમિયમ અને નિકેલનો ઉપયોગ થાય છે, જે એલર્જીને વધારે છે અને સ્કીન સંબંધિત રોગોને જન્મ આપે છે.

નિદાન

તેનો સૌથી સારો ઉપાય એ છે કે ફોનને પ્લાસ્ટિક કેસ અથવા પ્રોટેક્ટિવ ગાર્ડમાં રાખો

સમય પહેલા કરચલીઓ

સ્માર્ટફોનનો વધારે ઉપયોગ કરવાથી આંખની નજીક કરચલીઓ દેખાવા લાગે છે.

નિદાન

ફોનનો ઉપયોગ કરતા સમયે તેને આંખથી દૂર રાખો. આંખ પાસે કૂલિંગ ઇફેક્ટવાળી ક્રિમ લગાવો.

ફોન લાઇટ

UVA/UVB કિરણો કરતાં સ્માર્ટફોનની બ્લુ લાઇટ વધુ જોખમી છે. આનો સરળ અર્થ એ છે કે સૂર્યપ્રકાશ દ્વારા એક કલાકમાં ત્વચાને થતા નુકસાન કરતા ફોનની બ્લૂ લાઇટ વધુ નુકસાન કરે છે. આને કારણે સ્કીનની અનેક પ્રકારની સમસ્યાઓ સામે આવે છે.

નિદાન

તેનો સરળ ઉપાય એ છે કે ફોનનો ઓછામં ઓછો ઉપયોગ કરો. જો વધુ સમય ફોન પર પસાર કરવો હોય તો ડાર્ક અથવા નાઇડમાં તેને બદલી દો.

Read Also

Gujarat Government Advertisement

Related posts

એસબીઆઈ-એચડીએફસીને પાછળ છોડી આ બેંક ભારતમાં બની નંબર વન, અહીં જુઓ ટોપ -10નું સંપૂર્ણ લિસ્ટ

Vishvesh Dave

સાવધાન / ફ્રીમાં ઇન્ટરનેટ વાપરવાની લાલચ ભારે પડી શકે છે, પબ્લિક વાઇફાઇનો ઉપયોગ કરતા સમયે રહો અલર્ટ

Zainul Ansari

ક્વાડ સમૂહ/ બાંગ્લાદેશમાં અમેરિકાથી એક ફોન આવતાં ફફડી ગયું ચીન, વિરોધીઓથી ઘેરાયેલું ચીન હવે ધમકી પર ઉતરી આવ્યું

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!