અમદાવાદના ચાંદખેડામાં અંદાજે એક કરોડ રૂપિયાની જૂની ચલણી નોટો સાથે 4 લોકો ઝડપાયા છે. ચાંદખેડા પોલીસે 99 લાખ 99 હજારની જૂની ચલણી નોટો સાથે એક મહિલા સહિત ચાર આરોપીની ધરપકડ કરી છે. ઝડપાયેલા તમામ આરોપીએ જૂની ચલણી નોટોને સગેવગે કરવાની ફિરાકમાં હતા. પરંતુ આખરે પોલીસની ઝપટે આવી ગયા હતા. આરોપીઓ વિરુદ્ધ ચાંદખેડા પોલીસે ગુનો દાખલ કરવાની કામગીરી હાથ ધરી છે. સાથે જ તેઓ આટલી મોટી રકમ ક્યાંથી લાવ્યા તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.