GSTV
Home » News » અંતિમ તબક્કામાં બિહારમાં મોદી સરકારના 4 મંત્રીઓની કિસ્મત દાવ પર

અંતિમ તબક્કામાં બિહારમાં મોદી સરકારના 4 મંત્રીઓની કિસ્મત દાવ પર

pm modi mother

છ તબક્કાના મતદાન બાદ પુરા દેશની નજર હવે અંતિમ તબક્કાના મતદાન પર છે. છેલ્લા અને સાતમાં તબક્કાનું મતદાન આગામી 19-મેનાં રોજ યોજાશે. સાતમા તબક્કા દરમિયાન બિહારમાં 8 બેઠકો પર મતદાન યોજાવાનું છે. આ 8 લોકસભા બેઠકો માંથી 7 બેઠકો 2014ની ચૂંટણીમાં એનડીએના ખાતામાં ગઇ હતી. જ્યારે 1 બેઠક જેડીયૂના ખાતામાં ગઇ હતી.

જો કે 2019માં રાજકીય સમીકરણો બદલાઇ ગયા છે. ગત લોકસભાની ચૂંટણીમાં 2 બેઠકો જીતનારી રાષ્ટ્રીય લોક સમતા પાર્ટી હવે ભાજપ વિરોધી મહાગઠબંધનનો ભાગ છે. જ્યારે જેડીયૂ એનડીએમાં છે. તેમજ બિહારમાં ભાજપ-જેડીયુની ગઠબંધન સરકાર પણ છે.

બિહારમાં અંતિમ તબક્કાનું આ મતદાન બંને મોરચાનું ભાવિ જ નહીં, પરંતુ મોદી સરકારના ચાર મંત્રીઓનું ભાવિ પણ નક્કી કરશે. પટનાસાહિબથી કેન્દ્રીય કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદ, આરામાંથી આર.કે. સિંહ, બક્સરમાંથી અશ્વિની ચૌબે અને પાટલિપુત્રમાંથી રામકૃપાલ યાદવ પોતાની કિસ્મત અજમાવી રહ્યાં છે. જો કે આ તમામ ઉમેદવારોને મહાગઠબંધનના ઉમેદવારો દ્વારા જોરદાર ટક્કર મળી રહી છે. આ આઠ બેઠકો માટે કુલ 159 ઉમેદવારો મેદાનમાં છે.

તેમાં પણ બિહારની પટનાસાહિબ બેઠક આ વખતે હાઇ પ્રોફાઇલ બની ચૂકી છે. આ બેઠક પર 2014માં ભાજપના શત્રુઘ્ન સિંહા જીત્યાં હતાં પરંતુ આ વખતે તેઓ કોંગ્રેસમાં સામેલ થઇ ચૂક્યાં છે. તેમની વિરુદ્ધ ભાજપે કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદને ઉતાર્યાં છે.

READ ALSO

Related posts

ગુજરાતમાં ભાજપને નુકસાન થાય તેવું કોઇ મજબૂત કારણ નથી

Riyaz Parmar

એક્ઝિટ પોલ એટલે શું? જાણો એક્ઝિટ પોલની શરૂઆત ક્યાંથી અને કેવી રીતે થઇ

Riyaz Parmar

લોકસભાના મતદાન સમયે પંજાબ-યુપીમાં હિંસા, પ.બંગાળમાં ટીએમસીના કાર્યકરોએ ગુંડાગીરી કર્યાનો આરોપ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!