GSTV
Home » News » સુરત અગ્નિકાડમાં ધરપકડનો દૌર યથાવત, વધુ ચાર અધિકારીની ધરપકડ

સુરત અગ્નિકાડમાં ધરપકડનો દૌર યથાવત, વધુ ચાર અધિકારીની ધરપકડ

સુરતમાં તક્ષશિલા આગની ઘટનામાં ધરપકડનો દૌર યથાવત રહ્યો છે. જેમાં આ સમગ્ર મામલે તપાસ કરી રહેલી સુરત ક્રાઇમબ્રાંચે ચાર પાલિકાના અધિકારીઓની ધરપકડ કરી છે. પહેલા ક્રાઇમબ્રાંચ દ્વારા પાલિકા કર્મચારીઓની પૂછપરછ કરાઇ હતી. જે બાદ તેમાં પાલિકા કર્મચારીઓની કામગીરીમાં બેદરકારી જણાતા અંતે સુરત ક્રાઇમબ્રાંચે ચાર પાલિકા અધિકારીઓની ધરપકડ કરીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બિલ્ડર રવિન્દ્ર કહાર ઉપરાંત પાલિકાના બે અને ડીજીવીસીએલના એક અધિકારીની ધરપકડ કરવામાં આવી છે. આ અંગે વાત કરતા સુરત કમિશનરે જણાવ્યું કે, ટ્યુશન ક્લાસિસમાં વિજ જોડાણ ગેરકાયદેસર હતું. આગ લાગ્યા બાદ ટ્રાંસફોર્મર બંધ નહોતુ કરાયું. પરાગ મુન્સીએ કોઈ પણ જાતનું ઈન્સપેક્સન નહોતું કર્યું. આ મામલે આજે ડીજીવીસીએલના અધિકારી દિપક નાયકની ધરપકડ કરવામાં આવી છે.

આ ચાર વ્યક્તિની ધરપકડ

જયેશ સોલંકી- એક્ઝિક્યુટીવ એન્જિનિયર
પી.ડી.મુનશી- એક્ઝિક્યુટિવ એન્જીનીયર
દિપક નાયક- ડીજીવીસીએલના અધિકારી
રવિન્દ્ર કહાર- બિલ્ડર

READ ALSO

Related posts

સાસુ સાથે લીવ ઈન રિલેશનશિપમાં રહેતા જમાઈએ રાતે સાસુની કરી નાખી આવી હાલત

Bansari

Jioએ કરોડો ગ્રાહકોને આપી દિવાળીની સૌથી બેસ્ટ ગિફ્ટ, જાણશો તો ખુશ થઇ જશો

Bansari

Vastu Tips : ઘર અથવા ઓફિસમાં લાવા માંગો છો સુખ-સમૃદ્ધિ તો દરેક રૂમમાં રાખો ફટકડી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!