GSTV

FATFએ પાકિસ્તાનનું નાક દબાવ્યું : ચાર મહિનામાં આતંકનો સફાયો કરો નહીંતર બ્લેકલિસ્ટમાં એડમિશન

corona

પેરિસમાં ફાઈનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સની બેઠક મળી હતી. એમાં પાકિસ્તાન અંગે મહત્વનો નિર્ણય થવાનો હતો. ચીને હસ્તક્ષેપ કરીને પાકિસ્તાનને બચાવી લીધું એટલે બ્લેકલિસ્ટમાં સામેલ થવાને બદલે પાક. હાલ પૂરતું ગ્રે લિસ્ટમાં યથાવત રહ્યું છે. ચાર માસમાં જો કડક પગલાં નહીં ભરાય તો બ્લેકલિસ્ટમાં સમાવેશ નક્કી છે. એફએટીએફની બેઠકમાં પાકિસ્તાન ઉપર બ્લેકલિસ્ટ થવાનો ખતરો મંડરાતો હતો, પરંતુ ચીનના શિંગમિન લુ આ સંસ્થાના વડા હોવાથી પાકિસ્તાનને હાલ પૂરતી થોડીક રાહત મળી ગઈ છે. આતંકવાદ સામે મજબૂત પગલાં ભરવામાં નિષ્ફળ રહેલા પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં યથાવત રાખવાનો નિર્ણય એ બેઠકમાં લેવાયો હતો.

ચાર મહિનાનો આપવામાં આવ્યો સમય

એક્શન ટાસ્ક ફોર્સે 27 એક્શન લેવાનો આદેશ પાકિસ્તાનને કર્યો છે અને એ માટે ચાર મહિનાનો સમય અપાયો છે. જો ચાર મહિનામાં પાકિસ્તાન આતંકવાદી સંગઠનોને મળતું ફંડ રોકવામાં નિષ્ફળ જશે તો બ્લેકલિસ્ટ કરવાનો પ્રસ્તાવ બેઠકમાં મંજૂર થયો છે. પાકિસ્તાને ગ્રે લિસ્ટમાંથી નીકળવા ઘણાં પ્રયાસો કર્યા હતા. આતંકવાદી સંગઠનોને કોઈ જ ફંડ મળતું નથી અને પૂરતા પગલાં ભરાયા છે એવી રજૂઆતો પાકિસ્તાન વતી થઈ હતી. આ બેઠકમાં પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ નાણામંત્રી હમ્માદ અઝહરે કર્યું હતું.

ગત્ત વર્ષે ગ્રે લિસ્ટમાં મુક્યું હતું

ગયા વર્ષે ઓક્ટોબરમાં એફએટીએફે પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં ધકેલ્યું હતું અને આતંકવાદ સામે પગલાં ભરવામાં નાકામ રહ્યું હોવાની નોંધ કરીને આગામી છ માસ માટેનો ટાસ્ક આપ્યો હતો. પાકિસ્તાન સામે આરોપ લાગ્યો હતો કે જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબા જેવા સંગઠનોને ફંડ આપે છે. હવે જૂન-2020 સુધીમાં પાકિસ્તાને 27 એક્શન પ્લાન ઉપર કામ કરવું પડશે.

તો બ્લેકલિસ્ટમાં થઈ જશે પાકિસ્તાનનું એડમિશન

જો નિયત કરેલા પ્લાન પ્રમાણે પગલાં ભરશે તો ગ્રે લિસ્ટમાંથી બહાર કાઢવા વિશે વિચારાશે અને જો પગલાં નહીં ભરે તો બ્લેકલિસ્ટમાં સામેલ થશે. પાકિસ્તાને જાન્યુઆરીમાં 650 પાનાનો રીવ્યૂ રીપોર્ટ એક્શન ટાસ્ક ફોર્સને સોંપ્યો હતો, જેમાં આતંકવાદી સંગઠનોને મળતું ફંડિંગ અટકાવ્યું હોવાની વિગતો અપાઈ હતી. જોકે, એ અહેવાલ એક્શન ટાસ્ક ફોર્સે માન્ય રાખ્યો ન હતો અને ગ્રે લિસ્ટમાં યથાવત રાખવાનો નિર્ણય કર્યો હતો.

READ ALSO

Related posts

કોરોના સામે જંગ લડવા સાઉથની આ સુપરસ્ટારે આપ્યું લાખોનું દાન

Nilesh Jethva

PM મોદીએ દિવો પ્રગટાવતી તસ્વીરો કરી શેર, હિરાબાએ પણ દિપ પ્રાગટ્યને આપ્યુ સમર્થન

Arohi

કોરોનાની મહામારી દરમિયાન જ 4 લાખથી વધારે લોકો ચીનથી પહોંચી ગયા હતા અમેરિકા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!